ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 20,21 અને 22 ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે.20મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બપોરના સેસનમાં ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કર્યું હતું.કેવડિયામાં હાલ દેશની સુરક્ષાને લગતા મહત્વના કાર્યક્રમને લઈને ગુજરાતભરના પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.પીએમ મોદીનું ડિજી કોન્ફરન્સમાં હાજરી આપવા 21મી ડિસેમ્બરે 8:35 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના લીમડી હેલિપેડ પર આગમન થયું હતું.એમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ,ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીર,કિરણ રિજીજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ ઉપસ્થિત રહ્યા હતા.ત્યાંથી તેઓ સીધા પોતાના કાફલા સાથે કેવડિયા VVIP સર્કીટ હાઉસ પહોંચ્યા હતા.બાદ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચ્યા હતા.જ્યાં એમનું લાલ જાજમ બિછાવી ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્વાગત કર્યું હતું.મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અલગ રક્ષાદળોના કમાન્ડો અને સુરક્ષા પાંખના વડાઓ દ્વારા યોજાયેલ વિવિધ પરેડના નાનકડા સમારંભમાં હાજરી આપી હતી.બાદ મોદીએ ડિજી કોન્ફરન્સમા આવેલ અધિકારીઓ સાથે એક ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મોદી ટેન્ટ સીટી-2 ખાતે ડિજી કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application