ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની ડીજીપી કોન્ફરન્સ યોજાઈ રહી છે.જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ હાજર રહેશે,સાથે ત્રણેય દળોના મુખ્ય આધિકારીઓ,દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને ડીજીપીઓ સાથે આઈબી,સીઆઇડી,સીબીઆઈ અને એટીએસ સહીત ની તમામ સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ હાજર રહેશે,ત્યારે દેશના 125 કરોડ લોકોની સુરક્ષા કરતા સુરક્ષા વિભાગના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સુરક્ષા કરવી પણ એટલી જરૂરી છે ત્યારે આ તમામ જવાબદારી ઓ રેન્જ આઇજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના સિરે છે અને તેમણે માઈક્રો પ્લાનિંગ કરીને સમગ્ર સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવી છે આ માટે રાજ્યનું ગૃહ વિભાગ પણ સજ્જ બની તૈયારીઓ માં જોતરાઈ ગયું છે.માત્ર દોઢ મહિનામાં વડાપ્રધાન નરેદ્ર મોદી ગુજરાત અને કેવડિયામાં ફરી આવતા હોય સાથે 21 અને 22 બે દિવસ રોકવાના હોય જેમને લઈને સુરક્ષા માટે પણ પોલીસ ની જવાબદારી વધી છે.ત્યારે આખી ડીજી કોન્ફ્રરન્સ ટેન્ટ સીટી-2 ખાતે કરવામાં આવી છે અને રહેઠાણ અલગ અલગ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે.જેમાં ટેન્ટસિટીમાં સૌથી સ્પેશિયલ એવા દરબારી ટેન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે જયારે મીની દરબારીમાં રાજનાથસિંહ રોકાશે, સાથે અન્ય ટેન્ટોમાં ગૃહ પ્રધાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહેશે જેથી આ તમામ ની સુરક્ષાને લઈને લગભગ 100 થી વધુ ગ્રૂપોમાં પોલીસ અધિકારીઓની નિગરાનીમાં ટીમો ફાળવી દેવામાં આવી છે,રાજ્યના અન્ય જિલ્લાઓ માંથી 5000 થી વધુ પોલીસ પણ બોલાવવા માં આવી છે,સુરક્ષા કર્મીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે,જેને કારણે કેવડિયા પોલીસ છાવણી માં ફેરવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500