Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના નાગરિકો હવે બેન્કોમાં પણ આધારકાર્ડની નોંધણી કરાવી શકશે

  • March 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના નાગરિકો ને આધારકાર્ડ સરળતાથી મળી રહે એ માટે જિલ્લાની મામલતદાર કચેરી, વાલોડ, વ્યારા, ડૉલવણ, સોનગઢ, નિઝર અને કુકરમુન્ડા ખાતે આધારકીટ કાર્યરત છે.પરંતુ હવે તાપી જિલ્લાના નાગરિકો જિલ્લામાં કાર્યરત બેન્કોની શાખાઓ મારફતે પણ આધારકાર્ડની નોંધણી કરાવી શકશે.નિવાસી અધિક કલેકટર એસ.પી મુનિયા તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં કાર્યરત બેન્કોની શાખાઓમાં પણ હવે આમ નાગરિકો માટે આધારકાર્ડની નોંધણી કરવામાં આવશે. જે અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, વ્યારા શાખા અને સોનગઢ શાખા મુકામે આધારકીટ કાર્યરત કરી દેવામાં આવી છે. પંજાબ નેશનલ બેન્ક, વ્યારા શાખા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઉચ્છલ શાખા ખાતે દિન-૨માં આધારકીટની કામગીરી શરૂ કરવામા આવશે. તથા બેંક ઓફ બરોડા શાખા પીપલોદ તા. નિઝર અને કાનપુરા તા. વ્યારા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, વ્યારા શાખા અને યુકો બેન્ક, વ્યારા શાખા ખાતે ટુંક સમયમાં આધારકીટ શરૂ કરવામાં આવશે. જેનો તમામ નાગરિકોને લાભ લેવા અધિક નિવાસી કલેકટર, વ્યારા તરફથી જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application