Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાફેલ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સરકારને ક્લીન ચીટ આપતા તાપી જીલ્લા ભાજપનું આવેદનપત્ર

  • December 19, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાફેલ મુદ્દે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા બીજેપી સરકારને ઘેરવાની કોશિશ થઇ રહી હતી,પરંતુ સુપ્રીમ કોર્ટે બીજેપી સરકારને મોટી રાહત આપતા હવે બીજેપી સરકાર કોંગ્રેસ અને પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને ઘેરવાની તજવીજ હાથ ધરી છે,તા.18મી ડિસેમ્બર નારોજ આ મુદ્દે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠને રાષ્ટ્રપતિ ને સંબોધતું આવેદન તાપી જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું,2019 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની સાફસુથરી છાપ લોકો સમક્ષ દેખાડવાને માટે સામા પક્ષ ને કોઈ ને કોઈ મુદ્દે ઘેરી બદનામ કરવાની પેરવીમાં રહે છે,રાફેલ મુદ્દા માં પણ કંઈક આવુજ જોવા મળી રહ્યું છે,જેમાં બીજેપી સરકારને સુપ્રીમ કોર્ટે ક્લીન ચિટ આપતા બીજેપીમાં આનંદની લાગણી પ્રસરી છે,અને છેલ્લા થોડા સમયથી રાફેલ ની ખરીદી માં ભ્રસ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ ના દાવાઓ સુપ્રીમ કોર્ટમાં જુઠ્ઠા પડતા હવે બીજેપી દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી પોતાના પદેથી રાજીનામુ માંગે તેવી માંગ સાથેનું મહામુહીમ રાષ્ટ્રપતિને સંબોધીને લખેલ આવેદનપત્ર  તાપી જિલ્લા બીજેપી દ્વારા જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું.જે વેળાએ પૂર્વ આદિજાતિ બાબતોના મંત્રી કાંતિભાઈ ગામીત,તાપી જિલ્લા બીજેપી પ્રમુખ જયરામભાઇ ગામીત સહીત મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application