Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

SC/ST એક્ટમાં સુપ્રીમના ચુકાદાને પલ્ટાવવાનું ભારે પડ્યું

  • December 17, 2018 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હિન્દીભાષી ત્રણ રાજ્યો રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પરાજય પછી ભાજપને મોટું નુકસાન થયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અંદાજ પ્રમાણે,ભાજપની મજબૂત પકડ હતી એવા આ ત્રણ રાજ્યોમાં પરાજયનું કારણ સવર્ણોમાં ગુસ્સો,પાર્ટી કેડરમાં ઉદાસીનતા અને કેટલીક સરકારી નીતિઆે રહી હતી.સંઘના વિશ્વાસુ સૂત્રે જણાવ્યું હતું કે એસસી/એસટી એક્ટમાં સંશોધન કરીને આકરી જોગવાઈઆે સામેલ કરી તેનું પરિણામ એ આવ્યું કે ભાજપથી સવર્ણ જાતિઆે નારાજ થઈ ગઈ. તેનાથી મધ્યપ્રદેશમાં પાર્ટીની જીતની સંભાવનાઆેને મોટું નુકસાન થયું હતું.તેમાં પાર્ટીને લઈને સૌથી વધુ નુકસાન ગ્વાલિયર-ચંબલ અને માળવા ક્ષેત્રમાં થયું છે.ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં આ વર્ષે 8 લોકોનાં મોત પછી દલિત સંગઠનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. અહીની કુલ 34 સીટોમાંથી પાર્ટીને માત્ર સાત સીટો પર જ જીત મળી છે.જ્યારે વર્ષ 2013માં આ આંકડો 21નો હતો.બિલ પાસ થવાના કારણે છત્તીસગઢમાં પણ આેબીસી મતદાર નારાજ થયા છે,સંઘના ફિડબેકમાં એવું પણ જાણવા મળ્યું છે કે મતદાનમાં નોટા’નો ઉપયોગ થવાના કારણે પણ પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.તેનો અર્થ એ થયો કે વોટ આપ્યા પછી પણ એ શખ્સના વોટ પાર્ટીના ખાતામાં ગયા નહી. જો કે,નોટા બટન દબાવનારા તમામ લોકોને પાર્ટીથી મોહભંગ થયો છે એમ ન કહી શકાય. મધ્યપ્રદેશમાં નોટાના કારણે રાજ્યની અનેક સીટો પ્રભાવિત થઈ છે.જો કે દિલ્હીમાં બેઠેલા અનેક રાજનેતાઆેનું માનવું છે કે ચૂંટણીમાં એન્ટી ઈન્કમ્બન્સી ફેક્ટરના કારણે હાર થઈ છે.પરંતુ પાર્ટીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સારી ટક્કર આપી હતી.આરએસએસ દ્વારા ચૂંટણી પરિણામોને સમીક્ષા કરાઈ તેમાં એ વાત પણ સામે આવી કે ત્રણેય રાજ્યો રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના મજબૂત મુખ્યમંત્રી ઉમેદવાર પણ હતા.છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સત્તાવિરોધી લહેર પણ નહોતી.સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે,અહી કેટલાક મુદ્દા હતા, જેમકે ગ્રામીણ સંકટ,જીએસટી અમલમાં લાવવાની રીત,એસસી/એસટી એક્ટ,જેને સ્થાનિક નેતાઆેએ અવગÎયા છે.હવે પછી 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપનો આવો રકાસ ન થાય એ માટે આરએસએસ દ્વારા નવી રણનીતિ તૈયાર કરવાના પ્રયાસો થશે.સૂત્રોના અનુસાર,આગામી લોકસભા ચૂંટણી માટે ત્રણેય રાજ્યોનાં પૂર્વ મુખ્યમંત્રીઆેને લોકસભા ચૂંટણી માટે વધુ ચુસ્ત રીતે ધ્યાન કેન્દ્રીત કરવા માટે કહેવામાં આવશે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application