તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના મેઢસિંગી ગામે બે બાળકોની માતા ઘરેલું હિંસાનો શિકાર બની છે,મળતી માહિતી મુજબ દાનુબેન સુનીલભાઈ ગામીત નામની મહિલાએ સોનગઢ પોલીસ મથકે પોતાના પતિ વિરુધ્ધ ફરિયાદ કરી છે,
અહીં આપને જણાવી દઈએ છેકે,એક સર્વે મુજબ રાજ્યમાં મહિલાઓ પર કુલ થતી ઘરેલું હિંસાઓમાં ૭૨ ટકા મહિલાઓ કોઇપણ પ્રકારનો અવાજ ઉઠાવ્યા વિના ઘરેલું હિંસા સહન કરે છે,એટલે કે રાજ્યમાં દર ૫મી મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને છે.તેમછતાં મોટેભાગની મહિલાઓ તેનો વિરોધ કરતી નથી.સોનગઢ તાલુકાના મેઢસિંગી ગામના પાંઢરફળિયા રહેતી દાનુબેન ગામીતને તેના પતિ સુનીલભાઈ ગામીતે “તુ મને ગમતી નથી”તેમ કહી ગાળ આપતા પત્ની-દાનુબેન ગામીતે કહેલ કે,“તારા સબંધ પ્રેમિલાબેન સાથે છે,”તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઈ દાનુબહેનને ઢીક્કામુક્કીનો માર માર્યો હતો તેમજ આ અગાઉ પણ ઝગડો કરી મારમારી કરતો અને કહેતો હતો કે,“તુ મરી જા તારી જરૂર નથી”તેમ કહી પત્ની-દાનુબેન ગામીત અને તેના બંને બાળકોને ભરણપોષણના નાણા નહી આપી વર્ષ ૧લી એપ્રિલ ૨૦૧૫ થી આજદિન સુધી નાલાયક ગાળો આપી ઢીક્કામુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોય,તેમજ માનસિક ત્રાસ આપતો હોય બનાવ અંગે મહિલાએ ન્યાય મેળવવા સોનગઢ પોલીસ મથકે પતિ-સુનીલભાઈ કુથીયાભાઈ ગામીત વિરુધ્ધ ફરિયાદ કરી છે,જેમની ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ ભાવેશભાઈ માનસિંગભાઈ કરી રહ્યા છે,(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500