Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં એસીબી વિભાગની સૌથી મોટી કામગીરી:ખેતતલાવડી કૌભાંડ મુદ્દે અધિકારી તથા કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટર સહિત કુલ ૧૩ જણા વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો:ભ્રષ્ટઅધિકારીઓમાં ફફડાટ

  • December 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:એસીબી વિભાગ દ્વારા ગત તા.૧૨મી એપ્રિલ ૨૦૧૨ ના રોજ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ,ગાંઘીનગર ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કરેલ તે તપાસમાં એસીબી ને જાણવા મળેલ કે,ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ,વ્યારા જિલ્લા-તાપીના અઘિકારી કર્મચારીઓએ પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટર બનાવીને તાપી જીલ્લામાં અલગ-અલગ તાલુકાના જુદા-જુદા ગામોના સર્વે નંબરોના ખેડુતો દ્વારા ખેત તલાવડી બનાવવા કોઇપણ અરજી કે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરેલ ન હોવા છતા તેઓની જાણ બહાર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી માત્ર કાગળ પર ખેત તલાવડી દર્શાવેલ હોય,જે બાબતે પી.એમ.પરમાર,મદદનીશ નિયામક,એસીબી-સુરત એકમ,સુરતના સુપરવિઝન હેઠળ પો.ઇન્સ.બી.કે.વનાર,સુરત ગ્રામ્ય એસીબી પો.સ્ટે-સુરત નાઓને તપાસ સોપતા તેઓએ એસીબી ટીમ સાથે તાપી જીલ્લાના વ્યારા,સોનગઢ,ઉચ્છલ,વાલોડ અને ડોલવણ જેવા તાલુકાઓમાં ખેત તલાવડી તથા સીમ તલાવડી મુદ્દે સમગ્ર તપાસ દરમ્યાન સ્થળ ચકાસણી કરતા અધિકારીઓ,કર્મચારીઓ અને કોન્ટ્રાકટરના મેળાપીપળામાં કરવામાં આવેલ સૌથી મોટું કૌભાંડ એસીબી વિભાગે ઝડપી પડ્યું હતું જેમાં (૧)સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામ, હીરાવાડી ગામ,વડપાડા ગામ,તરસાડી ગામ,ધુંટવેલ ગામ,(૨)વાલોડ તાલુકાના ભીમપોર ગામ(૩)વ્યારા તાલુકાનું સરૈયા ગામ(૪)ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામ અને(૫)ડોલવણ તાલુકાના આમણીયા ગામમાં સર્વે નંબરોમાંની ખેત તલાવડી તથા સીમ તલાવડી અંગેની સમગ્ર તપાસ દરમ્યાન સ્થળ ચકાસણી કરતા,તથા જરૂરી દસ્તાવેજો-રેકોર્ડ અને બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસ કરતા એવુ જણાયેલ છે કે,ખેત તલાવડીના કુલ- ૦૫ ગુનામાં કુલ રૂ.૪૮,૨૨,૯૭૩/-ની કુલ- પપ ખેત તલાવડી નહીં બનાવી તેમજ સીમ તલાવડીમાં કુલ- ૦૪ ગુનામાં કુલ રૂ.૧૭,૫૩,૦૦૦/- ની કુલ- ૦૪ સીમ તલાવડી નહીં બનાવી કુલ-૦૯ ગુનામાં કુલ રૂ.૬૫,૭૫,૯૭૩/- ની રકમ પુર્વ આયોજન કરી મળતીયા કોન્ટ્રાકટરના બેંક એકાઉન્ટમાં જીએલડીસી ના નાણાં જમા કરાવી નાણાં ઉપાડી મોટાપાયે ગેરરીતી આચરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.આ મામલે એસીબી વિભાગે અધિકારીઓ,કર્મચારીઓ અને કોન્ટ્રાકટર સહિત કુલ ૧૩ જણા વિરૂધ્ધ રજીસ્ટર કરતા ભ્રષ્ટઅધિકારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.તાપી એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ મુખ્ય કાયદામાં સને-૨૦૧૮ માં સુઘારેલ કાયદાની કલમ-૧૩(૧)(એ),૧૩(૨) તથા ભારતીય ફોજદારી ધારા ૧૮૬૦ ની કલમ-૪૦૯,૪૬૫,૪૬૬,૪૬૭, ૪૭૧,૪૭૬(ક),૧૨૦(બી),૧૦૯ તથા ૩૪ મુજબ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડની કચેરી,વ્યારા જી.તાપીના અધિકારી તથા કર્મચારીઓ તેમજ ગેંગલીડર/કોન્ટ્રાકટર વિરૂધ્ધ ગામ પ્રમાણે અલગ-અલગ નવ ગુન્હા રજીસ્ટર કરવામાં આવ્યા છે. High light-અધિકારી તથા કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટર સહિત કુલ ૧૩ જણા વિરૂધ્ધ ગુન્હો નોંધાયો.. (૧)કૃષ્ણ ગોરેલાલ ઉપાધ્યાય, તત્કાલિન મદદનિશ નિયામક,વર્ગ-(૨)સંતોષ વિનાયકરાવ પરૂલકર,મદદનિશ નિયામક,વર્ગ-૨(૩)રામભાઇ કમાજીભાઇ ઠાકોર,હાલ નિવૃત,તત્કાલિન ક્ષેત્ર નિરીક્ષક,વર્ગ-(૪)વિનયકુમાર ગોકળભાઇ પાદલીયા, ક્ષેત્ર મદદનીશ,વર્ગ-3(૬)મોહનભાઇ આર.વસાવા,ક્ષેત્ર મદદનીશ,વર્ગ-૩(૭)આર.કે.વસાવા,ક્ષેત્ર મદદનીશ,વર્ગ-૩(૮)ખેંગાર કેશરભાઇ ગઢવી, તત્કાલિન ફીલ્ડ સુપરવાઇઝર,વર્ગ- ૩(હાલ નિવૃત (૯)પ્રફુલ સી.ચૌધરી (ગેંગલીડર/કોન્ટ્રાકટર)(૧૦)શૈલેષ ઠાકોર, ગેંગલીડર/ફોન્ટ્રાકટર(૧૧)પ્રફુલ અમૃત ગેંગલીડર/કોન્ટ્રાકટર(૧૨)કરશન નગીન ગેંગલીડર/કોન્ટ્રાકટર (૧૩)આશિષ કનુ ગેંગલીડર/કોન્ટ્રાકટર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application