Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપલા પાલિકા દ્વારા ખાણી-પીણીની દુકાનો પર સરપ્રાઇઝ ચેકીંગ:વાસી અને બગડેલો ખોરાક રાખતા દુકાનદારોમાં ફફડાટ

  • March 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:પાલિકા પ્રમુખ ની કડક સૂચના બાદ પાલિકા ની ટીમોએ શહેર માં રખડતા ઢોરો પર નિયંત્રણ લાવી દીધા બાદ હાલ પડી રહેલી આકરી ગરમીમાં ગુરુવારે શહેરની ફરસાણ મીઠાઈ ,આઈસ્ક્રિમની દુકાનો અને ખાણીપીણી ની લારીઓ પર અચાનક તપાસ કરવા પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે ટીમને સૂચના આપતા પાલિકા ના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ ,પ્રહલાદ પંચાલ ,હેમેન્દ્ર માત્રોજા ,મુકેશ બ્રહ્મભટ્ટ સહિતના કર્મચારીઓ તપાસ માં નીકળતા 40 થી વધુ દુકનો અને 25 જેવી ખાણી પીણી ની લારીઓ પર તપાસ હાથ ધરતા અમુક લારી દુકાનો માંથી બગડેલી વસ્તુઓનો નાસ કરી દંડ વસુલ કરતા સમયાંતરે આમ અચાનક ચેકીંગ થી કેટલાક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ નગરજનો ના સ્વાસ્થ્ય ની હંમેશા ચિંતા કરતાં પાલિકા પ્રમુખ ની આ કામગીરીને નગરજનોએ બિરદાવી  પણ હતી .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application