વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:સાપુતારા-સામગાહન વચ્ચે અંતરરાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા ચાલકનુ ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું.ગુરુવારે મોડી રાત્રે સાપુતારા ધાટમા માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં ટ્રાવેલ્સ બસ નંબર GJ-05-Z-5150 ઘાટ ઉતરી રહી હતી તે વેળાએ સામેથી આવતી (ઘાટ ચઢતી) એક ટ્રક નંબર GJ-27-V-4494 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રાવેલ્સ બસ પલટી મારી જતા બસનો ચાલક નિંહુજભાઇ જીતુભાઇ પટેલ (ઉ.વ.૨૭)રહે, વલવાડા તા.મહુવા જી. સુરત નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે 10 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ હોવાનુ જાણવા મળ્યું છે.તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સામગાહન સીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન પાર્વતીબેન સુમનભાઇ નાયકા (ઉ.વ.30)રહે વાઘેશ્વર ધાંચો ફળીયુ તા.મહુવા જી-સુરત નાઓનુ ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ પોલીસને થતા સાપુતારા પોલીસની ટીમ અકસ્માતની જગ્યાએ પહોંચી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application