તાપીમિત્ર ન્યુઝ,નિઝર:તાપી જિલ્લાના અતિ છેવાડે આવેલ નિઝર પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ દરમિયાન જુદાજુદા સ્થળ પરથી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો સરવાળા ગામ પાસે ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો.આ તમામ દારૂ છેલ્લા સાત વર્ષના સમયગાળામાં પકડાવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે પણ અહીં મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોવાથી યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.આજરોજ રોજ નિઝર પોલીસ દ્વારા સરવાળા ગામની સીમમાં આવેલ એક ખુલ્લી જગ્યામાં આશરે રૂપિયા 3.91 કરોડ થી વધુનો પકડાયેલા વિદેશીદારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.જેમાં કુલ નાની-મોટી બોટલ નંગ 2,77,563 જેની કિંમત અંદાજે રૂપિયા 3,91,19,966/-(ત્રણ કરોડ એકાણું લાખ ઓગણીસ હજાર નવસો છાસેઠ) જેટલી થાય છે.સમગ્ર કામગીરી દરમિયાન તાપી જિલ્લાના ડીવાયએસપી,સીપીઆઈ,પીએસઆઈ તથા પ્રાંત અધિકારી,મામલતદાર,નશાબંધીના અધિકારીઓ સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500