વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના વઘઇ-દોડીપાડા ગામે ડાંગ જિલ્લા આદિવાસી સમાજ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આદિવાસી કલા,ભાષા,અસ્મિતા,અને સંસ્કૃતિ ને ટકાવવા તથા તેનો વધુ પ્રચાર-પ્રસાર તેમજ આદિવાસી ના જન જાગૃતિ ને અનુરૂપ વઘઇ દોડીપાડા ગામે આદિવાસી સાંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્ય અને ગીત સંગીતના કાર્યક્રમો થયા હતા પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા તેમજ લુપ્ત થતી સંસ્કૃતિને જાળવી રાખવા વિવિધ પરંપરાગત નૃત્યો વાજિંત્રો સાથે લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ માં ડાંગ ના ઈતિહાસ અને વર્તમાન સામાજીક જીવનની ઝાંખી કરાવવા માટે તમાશા કાર્યક્રમ દ્વારા સમાજ સંગઠિત થાઈ તેવા શુભ આશય સાથે તમાશા નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું ડાંગ જિલ્લા આદિવાસી સમાજ ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગ ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાંવીત, માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ,દાદરાનગર હવેલી વિસ્તારના અને આદિવાસી સમાજના કાર્યકારી પ્રભુભાઈ ટોકિયા,આદિવાસી સમાજ ના રાષ્ટ્રીય મહા સચિવ અશોકભાઈ ચૌધરી જેવા મહાનુભાવો એ આદિવાસી સમાજ ના પડકારો ને ઝીલવા સક્ષમ બને અને સંગઠિત બને એવો અનુરોધ કર્યો હતો ડાંગ જિલ્લા આદિવાસી સમાજ ના રિતેશ ભાઈ પટેલ,ગમનભાઈ ભોયે, વિજયભાઈ થોરાટ, ગમજુભાઈ તેમજ યુવા મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500