તાપી8 ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના સોનગઢ રંગઉપવન ખાતે આવેલા સીનિયર સીટીઝન હોલમાં તાપી જિલ્લા નિવાસી અધિક કલેકટર એસ.પી મુનિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો દિવ્યાંગ મતદારો માટેનો સેમીનાર યોજાયો હતો.
સેમીનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દિવ્યાંગ મતદારોને સંબોધતા અધિક નિવાસી કલેકટર મુનિયાએ દિવ્યાંગોની લોકશાહી પ્રક્રિયામાં સહભાગીતા વધે એ માટે ચૂંટણી પંચ સક્રિય પ્રયાસો કરી રહ્યું હોવાનું જણાવી તેમણે મતદાનમાં દિવ્યાંગોને પડતી તકલીફોના નિવારણ અંગે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.તેમણે વિકલાંગોની વિવિધ સહાયકારી યોજનાઓ અંતર્ગત મળતા લાભો અંગે પણ પૃચ્છા કરી હતી.નિઝર પ્રાંત અધિકારી જાડેજાએ ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગોની સહભાગિતા વધારવા ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ અંગે જાણકારી આપી હતી.સમાજ સુરક્ષા વિભાગના કમલેશભાઇ ગિરાસેએ મતદાન મથકોએ દિવ્યાંગોને આપવામાં આવતી સુવિધાઓ અંગે જાણકારી આપી હતી.કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા સોનગઢના મામલતદાર ગામીતે કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી.કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી.આભારવિધિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એ.આઇ.વસાવાએ આટોપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રોહનભાઇ ચૌધરી અને બાળ સુરક્ષા અધિકારી નિર્મળભાઇ ચૌધરીએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application