તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભારત સરકારની ત્રણ ઓઈલ કંપનીઓ દ્વારા આવનાર દિવસોમાં તાપી જિલ્લામાં જુદાજુદા વિસ્તારમાં 79 પેટ્રોલ-ડીઝલ પંપ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે,આ અંગે કંપનીઓના અધિકારીઓ દ્વારા તા.10મી ડીસેમ્બર નારોજ વ્યારા ખાતે એક પત્રકાર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓઈલ કંપનીના અધિકારીઓ દ્વારા થઇ રહેલી કામગીરી અને પેટ્રોલ-ડીઝલ પંપોની ફાળવણી કરવા અંગે જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
ભારત જેવા ઝડપથી વૃધ્ધિ પામતાં અર્થતંત્ર માટે ઉર્જાની જરૂરિયાત ઘણાં ક્ષેત્રોમાં ઝડપથી વધી રહી છે.પીએસયુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ-આઈઓસીએલ,બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ અંને ડિઝલની વધતી માંગમાં સંદર્ભમાં રિટેલ આઉટલેટ (પેટ્રોલ પંપ) નેટવર્ક વિસ્તરણ હાથ ધરવામાં આંવ્યું છે.પેટ્રોલ અને ડિઝલના રિટેલ વેચાણો વાર્ષિક અનુક્રમે આઠ ટકા અને ચાર ટકાના દરે વધી રહ્યાં છે.ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા રિટેલ આઉટલેટ નેટવર્ક (પેટ્રોલ પમ્પસ)નું વિસ્તરણ નવા હાઈવેઝ,કૃષિ પોકેટ્સ અને ઔદ્યોગિક ક્ષેત્રો જેવા ઉદભવી રહેલા બજારોમાં ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે હાથ ધંરવામાં આવ્યું છે.ગ્રામિણ,અંતરિથાઈ અંને અતિ દૂરના વિસ્તારમાં પણ રિટેલ આઉટલેટ નેટવર્કનું વિસ્તરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.વધારામાં રિટેલ આઉટલેટ નેટવર્કનાં વિસ્તરણથી રોજગારીનું પણ સર્જન થશે. સરકારની “વ્યાપાર કરવો સરળ છે” નીતિ પ્રમાણે ડિલર પસંદગીની પ્રકિયા પણ સરળ કરવામાં આવી છે.અરજી ફોર્મ પણ સરળ કરવામાં આવ્યુ છે.અરજદારોએ ઓછામાં ઓછાં ડોક્યુમેન્ટસ જોડવા પડે તેની પણ કાળજી લેવામાં આવી છે.માત્ર પસંદગી પામેલા ઉમેદવારે જ વિવિધ ડોક્યુમેન્ટસ સબમિટ કરવાના રહે છે.આવી જ રીતે યોગ્યતાના ધોરણો પણ હળવા કરવામાં આવ્યા છે.વિજ્ઞાપનમાં દર્શાવેલા સ્થળમાં જમીનની ઉપલબ્ધી મહત્વની જરૂરિયાત છે.જમીન નહિં ધરાવત્તા અરજદારો પણ અરજી કરી શકે છે,કે જેમા તેમણે જણાવવામાં આવે ત્યારે જમીન ઓફર કરવાની રહેશે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રીટેલ આઉટલેટ ડીલર સિલેકશન પ્રક્રિયામાં પ્રથમવાર વધુ પારદર્શિતા માટે સ્વતંત્ર એજન્સીના સંચાલન કોમ્પ્યુટરાઈઝડ “ડ્રો ઓફ લોટસ/બીડ ઓપનીંગ”યોજાશે.તમામ રીટેલ આઉટલેટ્સનું ઓટોમેશન સાથેની લેટેસ્ટ ટેકનોલોજી વડે બાંધકામ કરવામાં આવશે.ઉદ્યોગ સાહસિકો માટે રીટેલ આઉટલેટ ડીલરશીપ ઘણી સારી તક પૂરી પાડે છે,અને 500 કંપનીઓ સાથે જોડાવાની તક પણ આપે છે,રસ ધરાવતા અરજદારોએ કંપનીની વેબસાઈટ www.petrolpumpdealerchayan.in જોઈ શકો છો.વ્યાર ખાતે યોજાયેલ પ્રેસ સંમેલનમાં બીપીસીએલના કૃણાલ દલવાડી અને આઈઓસીએલના નીતિનભાઈ મોદી તથા ડીલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application