નવસારીનાં વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારની વરસાદી પાણીના નિકાલ માટે 91 કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. જેમાં 22 જૂન 2020માં વિજલપોર અને નજીકના 8 ગામને નવસારી શહેરમાં જોડી નવસારી-વિજલપોર નગરપાલિકા બનાવાઈ હતી. આ નવી પાલિકામાં જૂની નવસારી પાલિકા હદ વિસ્તારમાં તો મહત્તમ પાયાગત સુવિધા છે પણ વિજલપોર અને નજીકના જોડાયેલ 8 ગામમાં નથી. આ વિસ્તારોમાં રહેણાંક, કોમર્શિયલ વિકાસ આગામી સમયમાં થશે અને તેને લઈને તેમાં પાયાની સુવિધા ઉભી કરાશે. જેમાં એક સુવિધા વરસાદી પાણીના નિકાલની પણ ઉભી કરવાનું છે.
આ બાબતને ધ્યાને લઇ સમગ્ર નવસારી શહેરમાં વિજલપોર અને 8 ગામ સહિતના વરસાદી પાણીના નિકાલ માટે ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) બનાવવાનું કામ કન્સલ્ટન્સીને સોંપાયું હતું. જેના એક રિપોર્ટ મુજબ ખર્ચનો અંદાજ 91.24 કરોડ રૂપિયાનો આવ્યો છે. જોકે પ્લાન મુજબ વરસાદી ગટર વગેરેનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. ખાસ કરીને નવસારીમાં જોડાયેલ 8 ગામડાઓ અને વિજલપોરનો 25 ચોરસ કિમી વિસ્તાર છે, જેમાં વરસાદી પાણીના નિકાલનું ઘણું નેટવર્ક ઉભું કરવી પડશે. સરકારે આ પ્લાન મંગાવ્યો હોય તેને મંજૂરી મળી ગ્રાન્ટ મળવામાં સમસ્યા સર્જાય એવી શક્યતા ઓછી છે. જેટલી વહેલી તકે મંજૂરીની મહોર મારવામાં આવશે તેટલી વહેલી તકે પ્લાન ઉપર કામગીરી શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application