તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ પદમડુંગરી ખાતે જિલ્લા સમાહર્તા એન.કે ડામોરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના મહેસુલી તંત્રની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. તાપી જિલ્લાના ડૉલવણ તાલુકામાં આવેલી ઇકો ટુરિઝમ સાઇટ પદમડુંગરી ખાતે તાપી જિલ્લા મહેસુલી તંત્રની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જિલ્લા સમાહર્તાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચિંતન શિબિર ઉપસ્થિત જિલ્લા મહેસૂલીતંત્રના અધિકારી કર્મચારીઓને પ્રેરક સંબોધન કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.પી. મુનિયાએ ચિંતન શિબિરનો આશય સ્પષ્ટ કરી ચિંતન શિબિરના એકદિવસીય કાર્યક્રમમાં સૌ અધિકારી કર્મચારીઓ સક્રિય ભાગ લઇ વિચારોનું આદાન પ્રદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ચિંતન શિબિરમાં સૌ એકમંચ થયા છે ત્યારે જૂની અને નવી પેઢીના મહેસૂલી અધિકારી/કર્મચારીઓ એકબીજા પાસેથી કશૂંક નવું શીખે એવી અપીલ પણ તેમણે કરી હતી.આ એક દિવસીય ચિંતન શિબિર દરમિયાન સવારે યોગગુરૂના સાંન્નિધ્યમાં યોગ કરવામાં આવ્યા હતા. મોટીવેશનલ સ્પીકર કિશનભાઇ પટેલે મોટીવેશનલ સ્પીચની સાથે મોટીવેશનલ માઇન્ડ ગેમથી ઉપસ્થિતોને પ્રેરણા પુરી પાડી હતી. વ્યારાના પ્રાંત અધિકારી તુષારભાઇ જાનીએ મહેસૂલ વિભાગને લગતા અદ્યતન ઠરાવો/પરિપત્રોનું પ્રેઝન્ટેશન દ્વારા છણાવટ કરી હતી. નિઝરના પ્રાંત અધિકારી જાડેજાએ નવી વહીવટી પદ્ધતિ અને વહીવટી સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કર્મચારીઓનું કૌશલ્ય દર્શન, અલગ અલગ ગૃપ બનાવી જુદા જુદા વિષયો ચર્ચા વિચારણા, ગૃપ પ્રેઝન્ટેશન, ચર્ચા, અને પ્રશ્નોત્તરી, શિબિરાર્થીઓના પ્રતિભાવો, ટ્રેકીંગ તેમજ વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવી હતી.શિબિરનું સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી,વ્યારાએ કર્યું હતું. આશ્રમ શાળા ઉંમરવાવદૂરની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025