Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઉંચામાળા માર્ગ પર બાઈક અડફેટે રોડ ક્રોસ કરતા યુવકનું મોત:પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • December 05, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા:વ્યારાના ઊંચામાળા ગામની સીમ માંથી પસાર થતા માંડવી-વ્યારા માર્ગ ઉપર તા.રજી ડીસેમ્બર ના રોજ ઉકાઇ ડાબા કાંઠા નહેરના પુલ પાસે આવેલી દુકાન તરફ જવા માટે નીકળેલા દિલીપભાઇ વસંતભાઇ ચૌધરી રહે,મોટીચેર,પેટીયા ફળિયું-વ્યારા નાઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે દરમિયાન યુનિકોન મોટરસાયકલ નંબર જીજે-૨૯-એમ-૨૧૩૧ નો ચાલક અરૂણભાઇ રાજેન્દ્રભાઇ મિશ્રા રહે,ઉખલદા,તા.સોનગઢ એ દિલીપભાઇ ચૌધરીને અકફેટમાં અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં દિલીપભાઇને જમણા પગે ફેકચર,માથા તથા શરીરના ભાગોમાં ગંભીર ઈજા થવાથી વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન દિલીપભાઇનું મોત નીપજ્યું હતું.અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલકને પણ વત્તી-ઓછી ઇજા થઇ હતી.બનાવ અંગે કાકરાપાર પોલીસ મથકે રેસાબેન દિલીપભાઇચૌધરીએ ફરીયાદ કરી હતી.જેમની ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application