Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીમાં 90 બહેનોને રોજગારી આપવામાં આવી

  • August 05, 2023 

જિલ્લા પંચાયતનાં પ્રમુખની ઉપસ્થિતિમાં નારી વંદન સપ્તાહની ઉજવણી રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે ઉદેશ્ય સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુ સર તા.૭ ઓગસ્ટ સુધી વલસાડ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી થઈ રહી છે.



જે અંતર્ગત તા.૦૩ ઓગસ્ટના રોજ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામમાં સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ, ઉમરગામ ઉપપ્રમુખ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૯૧ બહેનો સહભાગી થઈ હતી જેમાં કુલ ૯૦ બહેનોને પ્રાથમિક રોજગારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના કુલ ૦૯ મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. વ્હાલી દીકરી યોજનાના કુલ ૧૫ મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.



કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીએ જિલ્લા ઉદ્યોગની યોજનાઓ વિષે માહિતી આપી હતી. રોજગાર અધિકારીએ રોજગારલક્ષી યોજના વિશે માહિતી આપી હતી. મહિલા બાળ અધિકારીએ મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ચાલતી મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી આપવામાં આવી હતી. સાથે OSC (સખી વન સ્ટોપ સેન્ટર), PBSC (પોલીસ સ્ટેશન બેઝ સ્પોર્ટ સેન્ટર), ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશેની મહિલા સુરક્ષા અંગેની માહિતી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application