Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળી વેકેશનમાં પ્લેનની ટિકિટમાં 90 ટકાનો વધારો, એડવાન્સમાં બુકિંગવાળાને પણ ભાડા વધારાનો ફટકો પડશે

  • September 14, 2023 

દિવાળીના વેકેશનમાં પ્લેનમાં સફર કરવાનું ખૂબ જ મોંઘુ પડવાનું છે. એડવાન્સમાં બુકિંગવાળાને પણ ભાડા વધારાનો ફટકો ખમવો પડયો છે. કારણ ગયા વર્ષની સરખામણીને આ વખતે ભાડાંમાં લગભગ 90 ટકાનો વધારો થયો છે. મુખ્યત્વે મુંબઇ, દિલ્હી, ગોવા, અમદાવાદ, ચેન્નાઇ, બેંગ્લોર, કોલકત્તા શ્રીનગર જેવાં મહત્વના ડેસ્ટીનેશન માટેની ટીકીટના ભાવમાં 10મીથી 16મી દરમિયાન જબરજસ્ત ભાડા વધારો થયો છે. અમુક રૂટ ઉપર એક તરફના પ્રવાસની ટિકિટના ભાવ 8 હજારથી વધી 22 હજાર પર પહોંચ્યા છે. આવી જ રીતે રિટર્ન ટિકિટના ભાવ પણ બમણા થયા છે.



પ્લેનમાં જવા માગતા લોકોની સંખ્યા વધુ છે, તેની સામે સીટો ઓછી ઉપલબ્ધ છે. આને કારણે પણ ભાડાં વધવા માંડયા છે. ગયા મે મહિનાથી એક ખાનગી એરલાઇન્સના 56 વિમાન ઉડ્ડયનમાંથી પાછા ખેંચાયા છે. બીજી કંપનીના પ્લેનમાં પણ ઘટાડો થયો છે. અન્ય એરલાઇન્સે નવા વિમાનો ખરીદવાનો કોન્ટ્રેક્ટ કર્યો છે, પણ એ નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થાય એમ નથી. વર્ષ 2022માં તહેવારો વખતે 1.44 કરોડ લોકોએ વિમાન પ્રવાસ કર્યો હતો. જ્યારે આ વખતે જૂન-જુલાઇ બે જ મહિનામાં 1.45 કરોડ લોકો વિમાન પ્રવાસ કરી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application