તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ તાલુકાના આમફૂટી ગામની સીમમાં તા.૧૬મી માર્ચના રોજ સવારે આશરે ૬:૦૦ કલાકના અરસામાં અમદાવાદ-નિઝર સરકારી એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડ-૧૫૪૩ના ચાલકે ઘાસ ચારો લેવા જતા એક બળદગાડા ને પાછળથી ટક્કર મારતા બળદગાડામાં સવાર (૧)માલુભાઈ કુતરિયાભાઈ ગામીત (૨)છાયાબેન માલુભાઈ ગામીત બંને રહે-નારણપુર-ઉચ્છલ નાઓને જમીન પર પાડી દઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી તથા બળદગાડા ને નુકસાન પહોંચાડયું હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે માલુભાઈ કુતરિયાભાઈ ગામીતે કરી હતી જેના આધારે સરકારી એસટી બસ ચાલક સામે ગુન્હો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application