Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકમાંથી ૯.૩૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, ટ્રક ચાલક ફરાર

  • August 23, 2024 

સુરત એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે વિહાણથી શામપુરા જતા રસ્તા પર ટ્રકમાંથી રૂપિયા ૯.૩૧ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસની હદમાં આવેલ વિહાણથી શામપુરા જતા માર્ગ પરથી ટ્રક નંબર જીજે/૧૧/ડબ્લ્યુ/૪૪૦૪માં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઇ રહી હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. દારૂ ભરેલી ટ્રક ત્યાં આવી ત્યારે પોલીસને જોઇને ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૯.૩૧ લાખના વિદેશી દારૂની ૫૫૩૨ બોટલો, ૫ લાખ કિંમતની ટ્રક, ૧૦ હજાર કિંમતનો એક મોબાઈલ મળી પોલીસે કુલ રૂપિયા ૧૪.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ ગુનામાં અજાણ્યો ટ્રક ચાલક અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સવજી માતાસુરીયા (રહે.ચોરવિરા, જિ.સુરેન્દ્રનગર)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News