Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેડીકલ સ્ટોર્સમાંથી છુટ્ટા પૈસા આપવાને બહાને ૯ હજાર લઈ છેતરપિંડી કરી

  • November 20, 2021 

લાલ દરવાજા ખાતે આયુવેદિક કોલેજની બાજુમાં આવેલ મેડીકલ સ્ટોર્સમાં માર્ચ મહિનામાં એક ઠગબાજ પોતે આયુવેદિક કોલેજમાં આવેલ કેન્ટીનનો માલીક હોવાનું કહી સેનેટાઈઝરનો ઓર્ડર આપી છુટ્ટા પૈસા આપવાને બહાને રૂપિયા ૯ હજાર પડાવી છેતરપિંડી કરી હતી.


મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ  રાંદેર પાલનપુર જકાતનાકા સંત તુકારામ સોસાયટીમાં રહેતા સુરેશ અન્નરામ સારણ (ઉ.વ.૨૧) લાલ દરવાજા પાસે આર્યુવેદિક કોલેજની બાજુમાં ટુ ડુગ ફાર્મસી મેડીકલ સ્ટોર્સમાં નોકરી કરે છે. સુરેશ ગત તા ૨૦ માર્ચના રોજ સવારે સાડા આઠેક વાગ્યે મેડીકલ પર હતો તે વખતે એક અજાણ્યો આવ્યો હતો અને પોતાની ઓળખ આર્યુવેદિક કોલેજમાં આવેલ કેન્ટિનના માલીક તરીકે આપી સેનેટાઈઝરનો ઓર્ડર આપ્યો હતો તેમજ મારી પાસે ૧૦૦-૧૦૦ ની નોટો છે તમારે છુટાની જરૂર હોય તો તમે મને ૫૦૦ની નોટો આપો હું તમને ૧૦૦-૧૦૦ની નોટો આપું છુ તેમ કહી  સુરેશને વિશ્વાસમાં લઈ તેની પાસેથી રૂપિયા ૯ હજાર પડાવી લઈ છુટ્ટા પૈસા નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અગે પોલીસે સુરેશની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application