રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં માવઠાનો મહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત સુરત સહિત અનેક શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. એવામાં ઘણી જગ્યા પર વીજળી પડવાને કારણે દુર્ઘટના પણ સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ આજરોજ સુરત-બારડોલી તાલુકાના મઢી ગામમાં નાની ભટલાવ ગામની સીમમાં આવેલ કાંટી ફળિયા ગામની સીમમાં અડીને આવેલ રાનીયા ચૌધરી નાઓના ખેતરના શેઢા ઉપર ખેતર માંથી તોડેલા લીલા મરચાની શેઢા ઉપર બેસી અંદાજીત 10 જેટલા ખેતમજુરો સાફ સફાઈ કરી રહ્યા હતા,તે દરમિયાન અચાનક આકાશી વિજળી પડી હતી,આ ઘટનામાં દાઝી જતા 1 પુરુષ અને 9 મહિલાઓને સારવાર માટે કડોદની દામોદરદાસ ગાંધી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી,જોકે સુમનબેન હરીશભાઈ હળપતિ (ઉ.વ.40 રહે,કરચકા ગામ વડ ફળિયું તા.બારડોલી)નું ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જયારે 9 ખેતમજુર મહિલાઓ દાઝી ગયા હતા.હાલ તમામ મહિલાઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક મહિલાનું નામ : (1) સુમનબેન હરીશભાઈ હળપતિ (ઉ.વ.40 રહે,કરચકા ગામ વડ ફળિયું તા.બારડોલી)
ઈજાગ્રસ્તોના નામ : (1)આશાબેન ચંદુભાઈ હળપતિ (2) મંજુબેન ઉક્કડભાઈ હળપતિ (3) શારદાબેન સન્મુખભાઈ હળપતિ (4) હીનાબેન અરવિંદભાઈ હળપતિ (5) જોષનાબેન નીતિનભાઈ હળપતિ (6) ક્રિષ્નાબેન રમેશભાઈ હળપતિ (7) રોશનીબેન ચેતનભાઈ હળપતિ (8) મધુબેન ખાલાપભાઈ હળપતિ તમામ રહે, કરચકા ગામ વડ ફળિયું તા.બારડોલી (9) સંદીપભાઈ અરવિંદભાઈ હળપતિ રહે,ગોઠણ ગામ કાટી ફળિયું તા.બારડોલી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025