તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૯ નવા કેસ મળી આવ્યા છે. વધુ ૨૯ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.૨૧મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ ૯ કેસ નોંધાયા છે. જેમાં વ્યારાના નિશાળ ફળિયામાં ૩૫ વર્ષીય પુરુષ, લક્ષ્મી-પાર્ક સોસાયટીમાં ૫૧ વર્ષીય પુરુષ, ૫૦ વર્ષીય મહિલા અને ૨૫ વર્ષીય પુરુષ તથા શિવમ નગરમાં ૪૨ વર્ષીય પુરુષ, ડોલવણના તક્કીઆંબામાં ૩૫ વર્ષીય મહિલા, ૮૫ વર્ષીય પુરુષ અને ૫૦ વર્ષીય મહિલા તેમજ વાલોડના ૩૬ વર્ષીય પુરુષ મળી કુલ ૯ દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૭૪ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૩૮૯ દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૦ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૮ દર્દીઓના મોત નિપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે ૮૫૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ ૨૬૭ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500