ગુરુવારે સવારે યુપીના બારાબંકીમાં ભયંકર અકસ્માત થયો હતો. દેવા વિસ્તારના બાબુરી ગામ પાસે ટૂરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાો હતો. આ અકસ્માતમાં 9 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. જેને કારણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે. બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. આ બસમાં 60 મુસાફરો હતા. અચાનક રસ્તા પર આવેલી ગાયને બચાવવા જતાં ટ્રક અને બસ અથડાયા હોવાના અહેવાલ છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. જેસીબીને ઘટના સ્થળે બોલાવી બસ અને ટ્રકને અલગ કરાયા છે. ઘણા મૃતદેહો અને મુસાફરો ખરાબ રીતે ફસાયા ગયા હતા. કટર વડે ગાડિઓને કાપીને યાત્રીઓને કઢાઈ છે. મૃતકોની ઓળખાણ કરવામાં આવી રહી છે. ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. જિલ્લાધીકારી ડો. આદર્શ સિંહે જિલ્લા હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application