Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારખાનામાંથી જુગાર રમતા ૯ જુગારીઓ ઝડપાયા

  • July 29, 2024 

રાજકોટના કોઠારીયામાં શિવ ઈન્ડસ્ટ્રીઝ એરીયા-રમાં આવેલા રામકૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામના ભાવીન મગનભાઈ ગોળ (રહે.રંગોલી બંગલોઝ, રામધણ પાછળ, આશ્રય પેલેસ, મવડી)ના કારખાનામાંથી આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૯ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતાં કારખાનાના માલીક ભાવીન ઉપરાંત નિશાંત મનોજ ઝાલાવડીયા (રહે.આશ્રય પેલેસ ફલેટ નં.ર૦૪, મવડી), રમેશ બાબુભાઈ ઈસોટીયા (રહે.મયુર પાર્ક શેરી નં.ર, સાંઈબાબા સર્કલ પાસે), સાગર જયંતીભાઈ સવાણી (રહે.માધવ ગેટ, શિવ કોમ્પલેક્ષ, ગોર્વધન ચોક), દિનેશ કાનજીભાઈ ગોધવાણી (રહે.પુનિતનગર, વૃંદાવન સીટી), વૈભવ રમેશભાઈ અકબરી (રહે.ઓમનગર, પ્રણામી પાર્ક શેરી નં.ર, મવડી), યોગેશ બાબુભાઈ ઈસડીયા (રહે.મયુર પાર્ક શેરી નં.ર, કોઠારીયા), મુકેશ સવજીભાઈ ઠુંમર (રહે.પુષ્ટિ હાઈટસ, કલ્પવનની બાજુમાં, ગોંડલ રોડ) અને શૈલેષ માવજીભાઈ કોટડીયા (રહે.રૂપ સોસાયટી શેરી નં.૧, ૮૦ ફૂટ રોડ)ને ઝડપી લીધા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application