ગાંધીનગર જિલ્લાનાં કલોલ તાલુકા પોલીસની ટીમે કોઠા ગામે જુગાર રમતા નવ જુગારીઓ ઝડપી લીધા હતા. જોકે પોલીસે ખાનગી બાતમીને આધારે કોઠા ગામમાં રેડ પાડી હતી. જુગારીઓ પાસેથી 14,780 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલ તાલુકા પોલીસની ટીમ નારદીપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
ત્યારે ખાનગી માહિતી મળી હતી કે કોઠા ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો છે. ખાનગી બાતમીને આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અહીં નવ ઇસમો જુગાર રમી રહ્યા હતા જેને પગલે જગ્યા કોર્ડન કરીને જુગારીઓને ઝડપી લીધા હતા. આમ, પોલીસે જુગારીઓની અંગઝડતી કરી 14,780 રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. કલોલ તાલુકા પોલીસે મેલાજી ઠાકોર, રવિજી ઠાકોર, અમૃતભાઈ પરમાર, જીતુભાઈ નાયક, લાલાજી ઠાકોર, રાહુલ વાઘેલા,ઈશ્વરજી ઠાકોર, કાંતિજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500