Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક કૌભાંડનો સૂત્રધાર પોલીસની પહોંચમાં જ છે:ડીજીપી શિવાનંદ ઝા

  • December 03, 2018 

અમદાવાદ:લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક ગયા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું છે કે,આ કૌભાંડના સૂત્રધારો પોલીસની પહોંચમાં જ છે અને ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરવામાં આવશે.જે કોઈ ગુન્હેગાર હશે તેને છોડવામાં આવશે નહીં.આ બાજુ પતંજલિના કાપડના સ્ટોર 'પરિધાન'ના લોન્ચ માટે ગુજરાત આવેલા બાબા રામદેવે વડોદરા ખાતે જણાવ્યું હતું કે,લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થવા માટે રાજ્ય સરકાર જ જવાબદાર છે. તેણે આવી પરીક્ષામાં પુરતી વ્યવસ્થા કરવી જોઈએ.ઉલ્લેખનીય છે કે,પેપર લીક થવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે.ત્યારે પરીક્ષા પહેલા જ પેપર લીક થવાનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા.જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.પેપરની આખી જવાબવહી ફરતી થઇ છે.સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.તો પેપર રદ થયા બાદ ઠેર ઠેર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે.ત્યારે પેપર લીક થવાની ઘટના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.જેમાં આ પરીક્ષાના પેપર લીક કરવા પાછળ કોનો હાથ છે તે અંગે પોલીસ પાસે માહિતી આવી ગઇ છે.જોકે,પોલીસે હાલ આરોપીના નામની જાહેરાત કરી નથી.આરોપીને ઝડપાયા બાદ તેના નામની જાહેરાત કરવામાં આવશે.ત્યારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જોકે આ મામલે સ્થાનિક પોલીસ,ગાંધીનગર એસપીની ટીમ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસને પણ સામેલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application