Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:પનીયારી કોલેજ પાસેથી માતા અને પુત્રી ગુમ:પોલીસ તપાસ શરૂ

  • December 02, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-પનીયારી કોલેજ પાસેથી માતા અને પુત્રી અચાનક ગુમ થયા હોવાનો બનાવ વ્યારા પોલીસ ચોપડે નોંધાયો છે,મળતી માહિતી મુજબ ગત તા.૨૫મી નવેમ્બર નારોજ સોનગઢ તાલુકાના આમલીગામના બકડ્કુદા ફળીયામાં રહેતા રણજીતભાઈ ધનજીભાઈ ગામીત અને તેમના પત્ની ટીનાબેન રણજીતભાઈ ગામીત બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી.ત્યારબાદ તા.૨૬મી નવેમ્બર નારોજ ટીનાબેન ગામીત તેમની પુત્રી સ્નેહાબેન ગામીત ને લઈને વાલોડના બહેજગામે આવેલ પિયરમાં જતા રહ્યા હ્તા અને ત્યારબાદ તા.૨૭મી નવેમ્બર નારોજ સવારના સાતેક વાગ્યાના સુમારે બહેજગામથી સ્કુલના ટેમ્પામાં બેસી હતી અને વ્યારામાં પનીયારી કોલેજના કંમ્પાઉન્ડની બહાર રોડ ઉપર ટેમ્પા માંથી ઉતરી ગયા હોય,પરિવારજનો દ્વારા સગા સબંધીઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હોવાછતાં માતા અને પુત્રીની કોઈ ભાળ નહી મળતા અંતે રણજીતભાઈ ધનજીભાઈ ગામીતે વ્યારા પોલીસને જાણ કરી હતી.ટીનાબેન રણજીતભાઈ ગામીત (ઉ.વ.૩૦) નાઓ ઘરેથી નિકળેલ ત્યારે શરીરે પાતળા બાધાની રંગે શ્યામ વર્ણોની શરીરે લીલાભુરા કલરનો ટોપ તથા સફેદ કલરની લેગીસ તથા પગમાં ચંપલ પહરેલ હતી.ઉચાઇ આશરે પ ફુટ ૪ ઇંચની છે અને ડાબા હાથમાં “રામ” ગુજરાતીમાં છુંદણું દોરાવેલ છે અને ધોરણ-૭ સુધી ભણેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે.તથા પુત્રી સ્નેહાબેન રણજીતભાઈ ધનજીભાઈ ગામીત (ઉ.વ.૧૦) નાઓ લીલા કલરનો ફ્રોક પહરેલ છે શરીરે પાતળા બાંધાની રંગે ઘઉં વર્ણોની છે જેની તથા ઉચાંઇ આશરે ૪ ફુટ જેટલી છે.જે ધોરણ ૫ માં ભણે છે.અને ગુજરાતી ભાષા બોલે છે અને પગમાં લાલ કલરની મોજડી પહરેલ છે.બનાવ અંગે વ્યારા પોલીસ મથકે તા.૨-ડીસેમ્બર નારોજ ગુમ જાણવા જોગ બનાવ રજીસ્ટર કરી માતા અને પુત્રીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે,આગળની વધુ તપાસ એએસઆઈ સંજયભાઈ મધુકરભાઈ કરી રહ્યા છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application