તાપીમિત્ર ન્યુઝ,નવસારી:કૃષિ યુનિવર્સીટીના બાગાયત કોલેજના નિવૃત્ત પોફેસર ડો.સુશીલકુમાર પ્રેમકુમાર સકસેનાના મોબાઇલ ફોન પર ફોન કરી એટીએમ કાર્ડ નંબર અને ઓટીપી નંબર મેળવી નવસારીના જલાલપોર વિસ્તારની એરૂ ખેતીવાડી કોલેજ સ્ટેટ બેન્ક ઇન્ડિયાની શાખામાં આવેલા તેમનાં ખાતા માંથી રૂ.91,900/-ઉપાડી લઈ છેતરપીંડી કરી હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે રજીસ્ટર થયો છે.કૃષિ યુનિવર્સીટીની અસ્પી બાગાયત કોલેજ જલાલપોર ખાતે કોઇ અજાણ્યા ઇસમે “હુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માંથી મેનેજર બોલું છું” એવો કોન કર્યો હતો.તેનો મોબાઇલ નંબર 92978-95821 હતો તેણે પ્રથમ તો એટીએમ કાર્ડનો નંબર ત્યાર બાદ તેણે ઓટીપી (ખાનગી નંબર) મેળવી ને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એરૂ (યુનિવર્સીટી)બ્રાંચના એકાઉન્ટ નંબર 10691940533 માંથી અનુક્રમે રૂપિયા 49,990/-,રૂ.40,000/- તેમજ રૂ,2000/- મળી કુલ રૂ.91,900/- ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application