ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:કેવડીયા ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ,ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સહિતના સ્ટાફે મુલાકાત લીધી.મહારાષ્ટ્રના રાજયપાલ વિદ્યાસાગર રાવ શનિવારે સવારે કેવડીયા કોલોનીમાં હેલીકોપ્ટર ધ્વારા આવી પહોચતાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામા,સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના કમિશ્રનર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમિનીસ્ટ્રેટર આઇ.કે.પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ રાજયપાલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.રાજયપાલની સાથે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્રનર રાકેશ શંકર પણ આ પ્રવાસમાં સાથે જોડાં હતાં.મહારાષ્ટ્રના રાજયપાલે જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યના પ્રારંભિક તબકકામાં દેશના તમામ ગામોની માટી અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખેત ઓજારના લોખંડ એકત્રીકરણની કામગીરીમાં પોતે આંધ્ર પ્રદેશના ઇન્ચાર્જ હતાં.આજે સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાના સ્મારક સ્થળના દર્શનથી હું ધન્યતા અનુભવુ છું.દેશના ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણના સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું.અતિ વિરાટ સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરવા તેમના જીવન ચરિત્રને દરેક રાજયના પાઠય પુસ્તકમાં સમાવેશ કરવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.મહારાષ્ટ્રના રાજયપાલ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી.તેમણે ૪૫ માળની ઉંચાઇએ પ્રતિમાના હદય સ્થળેથી માતા નર્મદા અને વિધ્યાંચલ-સાતપૂતાડાની ગિરિમાળાઓના દર્શન કર્યા હતાં.મહારાષ્ટ્રના મૂલાકાતી રાજયપાલ વિદ્યાસાગર રાવ આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટર જનમ ઠાકોરે વેલી ઓફ ફલાવર્સ સહિતની અન્ય જાણકારી ઉપરાંત નિગમના કાર્યપાલક ઇજનેર એ.વી.ગજજર અને નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આઇ.બ્રમભટ્ટે સાથે રહીને તકનીકી જાણકારી પૂરી પાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application