Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા એલસીબીએ ગુજરાત અને મહારાષ્ટ્રનો ફરાર આરોપીને ઝડપી પાડ્યો: દારૂ ની હેરાફેરી અને વાહન ચોરી જેવા ગુન્હામાં વોન્ટેડ હતો આરોપી

  • March 15, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વાહન ચોરી અને દારૂ ની હેરાફેરીમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને તાપી જિલ્લા એલસીબીએ ઝડપી પાડી વ્યારા અને ડોલવણ તેમજ વલસાડ જિલ્લામાં પોલીસ મથકે નોંધાયેલા જુદાજુદા ગુન્હોનો ભેદ ઉકેલવામાં ભારે સફળતા મેળવી છે મળતી માહિતી મુજબ તા.૧૫મી-માર્ચ ૨૦૧૮ નારોજ તાપી જિલ્લા એલસીબી પોલીસ દારૂ/જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ નાબૂદ કરવા તેમજ ફરાર આરોપીઓને પકડવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આ.પો.કો.બિપિનભાઈ રમેશભાઇ નાઓને બાતમી મળેલ કે ડોલવણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે જુદાજુદા ગુન્હામાં નાસતો ફરતો આરોપી નરેશભાઇ નટુભાઈ ગામીત રહે-પીઠાદરા,દાદરી ફળિયું-ડોલવણ,ડોલવણ નજીક ચાર રસ્તા તરફ આવવાનો હોય જેના આધારે તાપી જિલ્લા એલસીબીનો સ્ટાફ જુદાજુદા એક બીજાના સંપર્કમાં રહી છુટા છવાયા ગોઠવાય ગયા હતા.તે દરમીયાન વોન્ટેડ આરોપી નરેશભાઇ ગામીત ત્યાંથી પસાર થતો હોય પોલીસ સ્ટાફે તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં અન્ય જિલ્લામાં અલગ અલગ ગુન્હામાં વોન્ટેડ હોવાનું જણાવા મળ્યું હતું.તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નાલા સોપારા ખાતેથી એક સફેદ કલરની ટવેરા ગાડી જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર જીજે-૨૧-જેકે-૨૬૪૧ બદલીને તે ગાડીનો એમએચ/૪૮-૬૧૮૫ ખોટો નંબર લગાડી દારૂની ફેરફેરી માં ઉપયોગ કરતા મુંબઇની ચોરીમાં પણ નાસતો ફરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.તેમજ ડોલવણ પોલીસ મથકે દારૂના બે જુદાજુદા ગુન્હામાં વોન્ટેડ અને વ્યારા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં વોન્ટેડ હોવાની સાથે વલસાડ જિલ્લા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બોલેરો પિક-અપ ગાડી ચોરીના ગુન્હામાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું હતું.જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પડેલો આરોપી નરેશ નટુ ગામીત છેલ્લાં એક વર્ષથી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યમાં કરેલા જુદાજુદા ગુન્હામાં નાસતો ફરતો હતો.હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે આગળની વધુ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.છાસિયા નાઓએ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application