Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોદી સરકારે ચાર વર્ષમાં પ્રચાર-પ્રસાર પાછળ રૂ.૪૦૦૦ કરોડ ખર્ચી નાંખ્યા:હવે ચૂંટણી જીતવા અબજો ખર્ચશે

  • December 02, 2018 

નવી દિલ્હી:લોકસભાની ચૂંટણીને છ મહિના માંડ બચ્યા છે.આ સમયે એડ એજન્સીઓ GOIના પ્રચાર માટેનો તગડો કોન્ટ્રેકટ લેવા માટે ગળાકાપ પ્રતિસ્પર્ધામાં ઉતરી પડી છે.સરકાર તેમની સિદ્ઘિઓને સૌથી ક્રિએટિવ સ્વરૂપમાં દર્શાવી આપતી એજન્સીઓને પ્રચારનો કોન્ટ્રેકટ આપશે.આ કોન્ટ્રેકટની રકમ છે એ જોઈને ભલભલા લલચાઈ જાય તે સામાન્ય છે.મોદી સરકાર ૨૦૧૪માં સત્તા સંભાળ્યા બાદ ચાર વર્ષમાં પ્રચાર-પ્રસાર માટે રૂ.૪૦૦૦ કરોડ ખર્ચી ચૂકી છે.આ આંકડા એક GOI એકિટવિસ્ટને આપેલી અરજીમાં જાહેર કરવામાં આવ્યા હતા.ભાજપની સરકારે એડ એજન્સીઓને તેમને શું જોઈએ છે તેનું એક ચોક્કસ વર્ણન આપ્યું છે.આ જોતા જ લાગે છે કે ભાજપ આગામી ચૂંટણીમાં ક્રિએટિવ એડથી લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.આ માટે ભાજપે સ્ટ્રીટ પ્લે,જીપીએસથી ચાલતા મલ્ટી મિડિયા ફલેશ મોબ,વિવિધ ભારતીય ભાષાઓમાં મ્યુઝિક કોન્સર્ટ વગેરેના સૂઝાવ આપ્યા છે.આ બધાનું ફોકસ મોદી સરકારની વેલફેર સ્કીમનો પ્રચાર કરવા પર હશે.મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ (I&B)એ બ્યુરો ઓફ આઉટરિચ એન્ડ કોમ્યુનિકેશન (BOC) મારફતે એડ એજન્સીઓના એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યા છે.આ પ્રક્રિયા ૧૦ ડિસેમ્બરે શરૂ થશે.I&B વેબસાઈટમાં સરકાર એડ એજન્સીઓ પાસે શું ઈચ્છે છે તેનું વિગતે વર્ણન છે.એજન્સીઓ સરકાર માટે મલ્ટી મિડિયા કેમ્પેઈન,ટીવી એડ ઉપરાંત છપાવવા માટે,આઉટડોર પબ્લિસિટી માટે અને સોશિયલ મીડિયા માટે પણ એડ તૈયાર કરશે.જે એજન્સી સિલેકટ કરાશે તેણે લોગો અને ટેગલાઈન,રેડિયો એડ અને થીમ સોંગ સાથે વીડિયો પણ બનાવવાના રહેશે.આ એડ હિન્દી,અંગ્રેજી,તમિલ,તેલુગુ,કન્નડ,મલાયલમ,મરાઠી,પંજાબી,ઉર્દુ,ઓડિયા,આસામી,ગુજરાતી અને બંગાળી ભાષામાં તૈયાર થશે.મોદી સરકાર આગામી ચૂંટણીમાં જનધન યોજના,સ્વચ્છ ભારત,મેક ઈન ઈન્ડિયા, આયુષ્માન ભારત,બેટી બચાવ બેટી પઢાવો યોજના,મુદ્રા, પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના,પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના,અટલ પેન્શન યોજના,સુકન્યા સમૃદ્ઘિ યોજના,ડિજિટલ ઈન્ડિયા,સ્કિલ ઈન્ડિયા,ડિજિટલ પેમેન્ટ પ્રમોશન અને ઉજ્જવલા યોજનાનો પ્રચાર કરશે.BOC ઈચ્છે છે કે,આ એજન્સી આ વાત અસરકારક રીતે લોકો સુધી પહોંચાડે.ભાજપ સરકારે આ વર્ષની શરૂઆતથી જ ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધુ છે.તેમણે અંદર અંદર ૨૦૧૪માં આપેલા કેટલા વાયદા પૂરા કરાયા તેનો અભ્યાસ ચાલુ કરી દીધો છે જેથી તે પોતાની સકસેસ સ્ટોરી હાઈલાઈટ કરી શકે અને વિરોધ પક્ષના આરોપોનો જડબાતોડ જવાબ આપી શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application