Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કસવાવ ગામે સ્ટોન ક્વોરી મુદ્દે ગ્રામજનો લડી લેવાના મૂડમાં:જિલ્લા કલેકટરે એક કમિટીની રચના કરી:ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આપ્યા આદેશ

  • November 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ના કસવાવ ગામની સિમમાં આવેલ ક્વોરી બાબતે ગ્રામજનોનો વિરોધ ચરમસીમા એ જોવા મળી રહ્યો છે,જિલ્લા કલેકટર ઘટના સ્થળે આવે અને વરસો જૂની તેમની સમસ્યાનો અંત આવે તેવી હઠ લગાવી બેઠા છે,કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગામ માટે ન બગડે તે માટે પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમજાવટ પણ કારગર નિવળી નથી,ક્વોરીમાં થતા બ્લાસ્ટને લઈને ગામમા ઘણું નુકશાન થવાની બુમને લઇ ગ્રામજનો વર્ષોથી તંત્રના જવાબદારોને રજુઆત કરી ચુક્યા હતા,પરંતુ તેનો આજપર્યત ઉકેલ ન આવતા ગામમા ક્વોરી માલિકો સહિત તંત્રના જવાબદારો વિરુદ્ધ આક્રોશ ચરમસીમા એ જોવા મળ્યો હતો,જેમાં ગત મોડી સાંજે ગામના કેટલાક યુવાનો અને ક્વોરીના માણસો વચ્ચે મારામારી થતા ગામના ત્રણ યુવકોને ક્વોરીના માણસોએ ઢોર માર મારતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા,ઉશ્કેરાઈ ગયેલ ગ્રામજનો આવતા જોઈને ક્વોરી માલિકના મળતીયાઓ ભાગી છૂટ્યા હતા, ઉશ્કેરાયેલા લોક ટોળાએ ક્વોરી માલિકના મળતીયાઓની ટ્રક અને લકઝરીયસ કારમાં તોડફોડ કરી ઊંઘી કરી દીધી હતી,લકઝરીયસ કારમાં પોલીસ લખાણ વાળું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું,ઘટનાની જાણ તાપી પોલીસ ને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, આ વાતને એક દિન વીતવા છતાં હજુ ગામનું વાતાવરણ તંગ જોવા મળ્યું હતું,ગ્રામજનો હઠ લગાવી બેઠા છે ક્વોરી સદંતર બંધ થાય,અને કલેકટર તે અંગે કાર્યવાહી તુરંત કરે,વકરતિ જતી કસવાવ ગામની પરિસ્થિતિ ને લઈને જિલ્લા કલેકટર દ્વારા તુરંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ગામના આગેવાનો સાથે કલેકટર કચેરીમાં મિટિંગ કરી અધિકારીઓ અને ગ્રામજનોની એક કમિટી બનાવીને ક્વોરી ની સ્થળ તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સુપરત કરવાની ખાત્રી આપતા ગ્રામજનોનો રોષ સંતોષાયો હતો અને તેમાં તલસ્પર્શી કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application