Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મન કી બાત:ડાંગ જિલ્લામાં આહવા-વઘઇ-સુબિરમાં મિશ્ર પ્રતિસાદ:ગામડાઓમાં ફિયાસ્કો

  • November 25, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા માં ભાજપ ના સંગઠન ના અભાવ ના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના 50 માં મનકી બાત કાર્યક્રમ આહવા,વધઇ સુબિર ખાતે મિશ્ર પ્રતિસાદ અને ગામડાઓમાં ઠેરઠેર ફિયાસ્કો થયો હોવાનુ જાણવા મળ્યુ છે.સમગ્ર દેશમાં આજે વડાપ્રધાન મોદીએ આજે 50મી વખત મન કી બાત કાર્યક્રમ યોજાઇ રહયો છે જેના ભાગ રૂપે ડાંગ જીલ્લા ભાજપ ના સંગઠન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં અશોક ધોરાજીયા દ્વારા તા.૨૫ મી નવેમ્બરના દિવસે ૩૨૦ બુથો પર મન કી બાત કાર્યક્રમ નો પ્રચાર પ્રસાર કરવા અને કાર્યક્રમને સફળ બનાવવા ભાજપી કાર્યકરોને અને ડાંગ જિલ્લાના ભાજપા પ્રમુખ બાબુરાવભાઇ ને સોપવામાં આવી હતી.પરંતુ વડા પ્રધાન ના મન કિ બાત કાર્યક્રમમાં ડાંગ ભાજપ ના આંતરિક વિખવાદ અને સંગઠન ની નબળાઇ ને કારણે મોદીજી ના મન કી બાત કાયઁક્રમ નો ભાજપી કાર્યકરો માં બોહળો પ્રસિદ્ધ જોવા મળયો ન હતો માત્ર ડાંગ ગણીયા ગાંઠયા બુથો પર જ વડાપ્રધાન નો મન કિ બાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આહવા ખાતે મન કિ બાત નિહાળવા માટે ના આ કાર્યક્રમ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળયો હતો જેમાં ધરે ધર મન કિ બાત નિહાળી શકે એના માટે ભાજપી સંગઠન દ્વારા દરેક બુથ પર ટેલીવિઝન ની વ્યવસ્થા ઉભી કરવાનુ આયોજન નકકી કરાયુ હતુ પરંતુ ભાજપ ના હોદેદારો એ સંપૂર્ણ પણ નિશકાળજી દાખવી ને માત્ર ગણયા ગાંઠયા બુથ પર જ ટેલીવિઝન ની વ્યવસ્થા ઉભી કરી હતી જેના કારણે મોદીજી ના મનકી બાત કાર્યક્રમ નો સંવાદ નિહાળવા થી અનેક લોકો વંચિત રહ્યા હતા.જયારે સુબીરના પૂર્વ પટ્ટીમાં અમુક બુથો પર મન કિ બાત કાર્યક્રમ નિહાળવા લોકો માટે ભાજપી હોદેદારો એ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરતા મોદીજી મન બાત કાર્યક્રમ સઁપુણ પણે ફિયાસ્કો થયો હતો.જયારે પ્રવેશ દ્વાર વધઇ તાલુકા મથક ખાતે વડા પ્રધાન ના 50 માં મન કી બાત કાર્યક્રમ ને ભારે પ્રતિસાદ જોવા મળયો હતો વઘઇ ના તમામ બુથો પર ટેલીવિઝન ની વ્યવસ્થા ભાજપી કાર્યકર્તા ઓ ઉભી કરી હતી અને મોદીજી ના મન કી બાત કાયઁક્રમ ને લોકો એ મોટી સંખ્યા માં નિહાળી ને મન કિ બાત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જયારે આહવા ખાતે મિશ્ર પ્રતિસાદ અને પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ પિપલદહાડ ખાતે મોદી જી ના મન કી બાત કાર્યક્રમને સફળ પ્રતિસાદ મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application