ફેસબુક સમયાંતરે પોતાના નવા ના ફીચર્સની અપડેટ આપી રહી છે,ખાસ કરીને એપ્લિકેશન આવ્યા બાદ તેણે અનેક પ્રયોગ કરેલા છે.તાજેતરમાં તેણે પોતાના મેસેન્જર અપડેટ આપી હતી.હવે ફેસબુકે નવી અપડેટમાં પોતાના યુઝર્સને થ્રીડી ફોટ બનાવવાની સવલત આપી છે.આ ફોટોને ડાયરેક્ટ એફબી પર તૈયાર કરી શકાય છે અને શેર પણ કરી શકાય.આ ફીચરને પાડેલા ફોટોમાં કે ફોટા પાડીને પણ તૈયાર કરી શકાય છે.આ ફોટો માટે ખાસ કોઈ ટુલ્સ ઈનસ્ટોલ કરવાની જરૂર નથી.ખાસ વાત એ છે કે, થ્રીડી ફોટામાં કોઈપણ ફોટાને તૈયાર કરી શકાય છે.આ માટે કેટલાક એફબીએ મોબાઈલ માટે કેટલાક ટુલ્સ તૈયાર કર્યા છે.સૌથી પહેલા મોબાઈલ ફોનનો કેમેરો ઓન કરો અને તેને (Portrait)મોડ પર સેટ કરી દો.ત્યાર બાદ જે ફોટો થ્રીડી કરવો છે તેને ક્લિક કરો.પડેલા ફોટોમાં પણ થ્રીડી ઈફેક્ટ કરી શકાય છે પણ તે ક્લિક પર્ટ્રેટ મોડ પર હોવા જરૂરી છે.ફોટો પાડી લીધા બાદ ફેસબુક ઓપન કરો,આ માટે પહેલા ફેસબુકની લેટેસ્ટ અપડેટ ઈનસ્ટોલ કરી લો.ત્યાર બાદ આ ફોટો ફેસબુક પર અપલોડ કરવાનો રહેશે.હવે થ્રીડી ફોટો બનાવવાના ખરા સ્ટેપ શરૂ થાય છે.ફેસબુક પર ફોટો અપલોડ કર્યા બાદ જમણી બાજુના ખૂણામાં રહેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.ત્યાર બાદ થ્રીડી ઓપ્શન પસંદ કરો,ત્યાર બાદ ફોટો તેમાં ઓપન થશે.આટલું કર્યા બાદ જે ફોટોને થ્રીડી બનાવવો છે તેને પસંદ કરો.આ પછી ફોટાનું કેપ્શન પણ સેટ કરી શકાશે.ત્યાર બાદ શેર આઈકોન બટન પર ક્લિક કરતા જ ફોટો પોસ્ટ થઈ જશે.5/6 થ્રીડી ફોટો કેપ્ચર પણ કરી શકાય થ્રીડી ફોટો માટે જો બેસ્ટ પરિણામ જોઈતું હોય તો જેનો ફોટો પાડવો છે તેને ત્રણ ફૂટ દૂર રાખવું જોઈએ.ત્યાર બાદ થોડી લાઈટ પણ આપવી જોઈએ.આ પછી પોર્ટેટ ઈમેજમાં ટેક્સચર અને સોલિડ એજ સેટ કરી શકાશે.જો થ્રીડી ફોટો ફેસબુક પર શેર કરવો હોય તો આ માટે સૌ પ્રથમ આઈફોન 7 પ્લસ, આઈફોન 8 પ્લસ,આઈફોન એક્સ,આઈફોન એસએક્સ, આઈફોન એક્સએસ મેક્સ અને આઈફોન એક્સઆર ડીવાઈસ હોવા જરૂરી છે.તો જ આ ફીચર એક્સેસ કરી શકાશે.માત્ર આઈફોન ડીવાઈસ માટેની એપ્લિકેશનમાં જ આ ઓપશન જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application