તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના જેસિંગપુરા ગામની સીમમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા જયારે બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનો બનાવ વ્યારા પોલીસ ચોપડે રજીસ્ટર થયો છે.
મળતી માહિતી અનુસાર તા.24મી નવેમ્બર નારોજ વ્યારા તાલુકાના ગડત ગામમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે જઈ રહેલા વિકેશભાઈ દિનકરભાઇ ગામીત (ઉ.વ.18) તથા કમલેશભાઈ શાંતિલાલભાઈ ગામીત (ઉ.વ.22)બંને રહે,રામપુરા દુર,નદી ફળિયું-ડોલવણ નાઓ યામાહા એફઝેડ મોટર સાયકલ નંબર GJ-05-KJ-5927 લઈને વ્યારાના જેસિંગપુરા ગામના આશ્રમશાળાની સામે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ એકટીવા મોટર સાયકલ નંબર GJ-26-P-2131 ના ચાલકે તેની કબજાની એકટીવા પુરપાટ ઝડપે અને ગફલત રીતે હંકારી લાવી યામાહા એફઝેડને અથડાવી દેતા વિકેશભાઈ ગામીત તથા કમલેશભાઈ ગામીત ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મોતને ભેટ્યા હતા.જયારે એકટીવા મોટર સાયકલ ઉપર સવાર બંને યુવકોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે દિનકરભાઇ રમણભાઈ ગામીત રહે,રામપુરા દુર,નદી ફળિયું-ડોલવણ નાઓની ફરિયાદને આધારે વ્યારા પોલીસ મથકે એકટીવા ચાલક વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ પીઆઈ આર.એસ.પટેલ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application