Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં લોકોને લોભામણી લાલચ આપી ઈનામી ડ્રો યોજના ચલાવતા ત્રણ જણા ઝડપાયા:રૂપિયા ૪૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

  • November 21, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારામાં ગેરકાયદેસર ઈનામી ડ્રો યોજના ચલાવતા ત્રણ ઈસમોને વ્યારા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.જેમાં રૂપિયા ૪૦,૦૦૦/-થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ વ્યારા સહિત જિલ્લા ભરમાં લોકોને લોભામણી લાલચ આપી ઈનામી ડ્રો યોજના ચલાવતા ત્રણ ઈસમોને વ્યારા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ડ્રો યોજના ચલાવનારાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.વ્યારા પોલીસે તા.૨૦મી નવેમ્બર નારોજ સીટી મોલના સાતમા માળ પર આવેલ ખુલ્લા હોલ કરવામાં આવતા ડ્રો ના સ્થળે દરોડા પડ્યા હતા જેમાં ગણેશભાઈ બાલુભાઈ ગામીત રહે,કપુરા,દેવળ ફળીયું-વ્યારા ને ડ્રો ના સાધનો સાથે ઝડપી પાડ્યો હતો,પોલીસે સ્થળ પરથી ઈનામી ડ્રો યોજનાના સાધનો પૈકી રજીસ્ટર નંગ ૩,તથા ઈનામી ડ્રો કાર્ડ નંગ ૧,તથા રોકડા રૂ.૩૨૦૦/-,તથા મોબાઈલ નંગ ૧,કિ.રૂ.૫૦૦/-,સ્ટીલની પવાલી કિ.રૂ.૫૦૦/-,તથા ડ્રો કરવાના ટોકન નંગ ૩૫૩૫, મળી કુલ ૪૨૦૦/-ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે બીજા બનાવમાં વ્યારા-ઉનાઈ રોડ પાનવાડી પાસે હનુમાનજીના મંદિર સામે આવેલ રોમન કોમ્પલેક્ષમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામે ચલાવામાં આવતા ઈનામી ડ્રો યોજના સ્થળે પોલીસે કરેલી રેડમાં સુરેશભાઈ બોધાભાઈ મંડાણા રહે,અજિતનાથ સોસાયટી-વ્યારા તેમજ ઊમેશભાઈ રમેશભાઈ ગામીત રહે,ભાનાવાડી,કંસારિયા ફળિયું-વ્યારા નાઓને ડ્રો ના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા,જેમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામના ઈનામી ડ્રો યોજના કાર્ડ,એક સ્ટીલની પવાલી જેમાં જૂદાજુદા રંગ ના ટોકન નંગ ૩૫૦૮,એક બીપીએલ સોકેસ કિ. રૂ.૪૦૦૦/-,એક ડ્રેસિંગ ટેબલ કિ.રૂ.૨૪૦૦/-,ટાવર ફેન નંગ ૨ કિ.રૂ.૪૦૦૦/-,એક ટીવી કોર્નર કિ.રૂ.૨૦૦૦/-,એક હોમથિયેટર કી.રૂ.૧૬૫૦/-,એક વાસણ સ્ટેન્ડ કિ.રૂ.૧૧૧૧/-,કબાટ કિ.રૂ.૨૮૦૦/-,એક પલંગ કિ.રૂ.૨૮૦૦/-,ટેબલ ફેન નંગ ૨ કિ.રૂ.૨૦૦૦/-,તેમજ ઝડપાયેલા આરોપીઓના અંગ ઝડતી માંથી રોકડ રૂપિયા ૧૪,૦૧૦/- સહિત કુલ રૂપિયા ૩૬,૭૭૧/-ના મુદ્દામાલ વ્યારા પોલીસના જવાનોએ જપ્ત કર્યો હતો. High light-ગેરકાયદેસર રીતે ઈનામી ડ્રો માટે લોકો પાસેથી હપ્તા સ્વરૂપે પૈસા ઉઘરાવી ઈનામી ડ્રો યોજના ચલાવતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application