વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇ સહિત આહવા માં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ ની ભારે ધામધુમ પુવઁક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વધઇ નગર ના મુખ્ય માર્ગ પર જુલુસ ફેરવી ને બાદશાહ બાવાની દરગાહ પર પુણઁ કરવામાં આવ્યુ હતુ ઇસ્લામ ધર્મ ના સ્થાપક મોહંમદ પયગંબર સાહેબ (સઅવ) ની જન્મ દિવસની ખુશીમાં નગર ના વિવિધ વિસ્તારોમાં ધજા પતાકા ના તોરણ બાંધી દરેક મદ્રેસા અને ધરો રોશની થી શણગારવા માં આવ્યા હતા તેમજ સવાર માં આહવા નગર માં પણ બહુ મોટી સંખ્યા માં ડીજે તેમજ ઢોલ નગારા સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો હતો,ભવ્ય જુલુસ ને નિહાળવા માટે મોટી સંખ્યા માં લોકો એકત્રિત થયા હતા આ પ્રસંગે વઘઇ નગરના હિન્દુ અગ્રણીઓ તેમજ ડાંગ ધારાસભ્ય મંગળ ગાવિત તેમજ નવ નિયુક્ત પ્રદેશ મંત્રી સુર્યકાંય ગાવિત એ ઇદે મિલાદ ના જુલુસ નુ વઘઇ ચાર રસ્તા પર પુષ્પગુછ થી સ્વાગત કરી કોમીએકતા નુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ જયારે આ ઇદે મિલાદ ના પ્રસંગ ને શોભાવવા વધઇ ના RC ગૃપ ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application