Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગરમાં ધમધમતા ઈંગ્લીશ દારૂના અડ્ડાઓથી સ્થાનિક પોલીસ અજાણ!!સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે જણાને ઝડપી પાડ્યા:એક વોન્ટેડ

  • March 13, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં બિન્દાસ્ત ચાલતા ઈંગ્લીશ દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરની ટીમે દરોડા પાડી બુટલેગરના ઘર માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા.જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી સોનગઢ શાકભાજી માર્કેટ વિસ્તારમાં બિન્દાસ્ત કહો કે પછી સ્થાનિક પોલીસના મેણાંપીપણામાં ધમધમતા ઇંગ્લિશ દારૂના અડ્ડા પર તા.૧૨મી માર્ચના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે દરોડા પાડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે સોનગઢ નગરથી આશરે ૩૫૦ કિ.મી.દૂર થી આવેલી પોલીસને સોનગઢ નગરમાં ચાલતા ઈંગ્લીશ દારૂના અડ્ડાઓની પૂરેપૂરી માહિતી મળી જાય છે જેના આધારે દરોડા પાડી બેખોફ બનેલા બુટલેગર વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરે છે ત્યારે સ્થાનિક પોલીસ પાસે જાણે નગરમાં ચાલતા દારૂ ના અડ્ડાઓની કોઈ માહિતી જ ન હોઈ તેવું પ્રતીત થઈ રહ્યું છે.અથવા સમગ્ર બાબત થી આંખ આડા કાન કરી રહી હોવાનું ચિત્ર ઊભું થયું છે.સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે સોનગઢ શાકભાજી માર્કેટમાં પડેલા દરોડામાં (૧)સોમીબેન રવજીભાઈ ગામીત (૨) જીતેન્દ્ર રવજીભાઈ ગામીત ને બિયર/વિસ્કી બોટલી નંગ ૧૫૬ જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- અને દારૂની કમાણીના રોકડ રકમ રૂપિયા ૨૨૧૮૫/- અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૩૨૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે દારૂનો જથ્થો પહોંચાડનાર (૩) નિલેશભાઈ દશરથ ગાવીત રહે-લકકડકોટ-નવાપુર(મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા બન્ને આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેને લઈ કેટલાક બુટલેગર અને ખાયબદેલા પોલીસ કર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application