Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા કોર્ટે આપ્યો ૧૩ વર્ષ જુના કેસનો ચુકાદો:સોનગઢ સેલટેક્સ ચેકોપોસ્ટના ઇન્સપેક્ટર અને વોચમેનને અઢી વર્ષની સજા ફટકારવામાં આવી

  • November 21, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સોનગઢ સેલટેક્સ ચેકપોસ્ટ ખાતે ગત ૨૦૦૫ માં ફરજ બજવતાં સેલટેક્સ ઇન્સ્પેક્ટર એ ટ્રક ડ્રાઈવર પાસેથી વૉચમૅન મારફતે ૧૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ એસીબી દ્વારા ગોઠવેલા છટકામાં ઝડપાઇ ગયા હોવાના પ્રકરણમાં એસીબી પોલીસ દ્વારા સેલટેક્ષ ઇન્સ્પેકટર અને વૉચમનની અટક કરી જરૂરી પુરાવા એકત્ર કરી દીધા હતા જે કેસ સ્પેશિયલ કોર્ટ માં ચાલવવામાં આવતા નામદાર જજ પી વી.શ્રીવાસ્તવ દ્વારા સરકારી વકીલની ધારદાર રજૂઆત અને પુરાવા ગ્રાહ્ય રાખી લાંચ લેનારા બને આરોપી પેકી સેલટેક્ષ ઇન્સ્પેકટર ને અઢીવર્ષ ની સજા અને વૉચમન ને બે વર્ષ ની સજા આપતો હુકમ કર્યો હતી.બનાવ ની હકીકત એવી રીત ની છે કે સુરત ના તત્કાલીન એસીબી પીઆઇ એમ,પી.રાઉલ ને બાતમી મળી હતી કે તાપી જિલ્લા ના સોનગઢ નગર ખાતે આવેલી સેલટેક્ષ ઓફિસ ખાતે ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતી અને મહારાષ્ટ્રં થી ગુજરાત તરફ આવતા માલ વાહકો પાસે વાહનો માં ભરેલ માલ માટે સેલટેક્સ ના અધિકારીઓ નાણાં પડાવે છે.જે આધારે ગત ૧૯-૧૧-૨૦૦૫ માં એસીબી દ્વારા લાંચ ના છટકાનું આયોજન કરેલ હતું.જેમાં એક ટ્રક ચાલક સંજય ઉર્ફે સુધીર દયાળ લખતારીયા ( જોરાવર નગર ) ને સમજાવી તેને ડમી તરીકે મોકલવામાં આવ્યો હતો.બીજી તરફ સેલટેક્સ પર ટ્રક પસાર થતા તેને અટકાવી હતી અને સેલટેક્સ ઇન્સ્પેકટર અનુપમભાઇ જનકભાઈ ખારોડ દ્વારા ત્યાં ફરજ બજાવતા વૉચમન અમરસીંગ સ્યામસીંગ વસાવા હસ્તે ૧૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાય ગયા હતા જે બને આરોપી વિરુદ્ધ સુરત એસીબી માં ગુનો લાંચ નોંધાયો હતો.જે અંગે બને આરોપીની ધરપકડ કરી પ્રકરણની આગળ ની તપાસ તત્કાલીન એસીબી પીઆઇ એસ.એમ.પાટીલ નાએ કરી હતી કેસ ના તમામ પુરાવા એકત્ર કરી પ્રોસીક્યુસન ની મંજૂરી મેળવી વ્યારા સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી જે કેસ માં સ્પેશિયલ જજ અને સેસન્જ જજ નામદાર પી.વી.શ્રીવાસ્તવ ની કોર્ટ માં ચાલવા પર આવતા સરકારી વકીલ ના ઓએ સરકાર તરફે ફરિયાદ પક્ષે નિઃશંક પણે આરોપી વિરુદ્ધ કેસ સાબિત થયેલ ની ધારદાર રજૂઆત કરતા નામદાર જજ શ્રીવાસ્તવ દ્વારા સરકારી વકીલ ની રજૂઆતો અને પૂરતા પુરાવા ધ્યાને રાખી બંને આરોપી ને તકસીરવાર ઠેરવ્યા હતા જેમાં સેલટેક્સ ઇન્સ્પેક્ટર અનુપમભાઈ જંનકભાઈ ખારોડ ( રહે સદગુરુ નગર સરકારી કોલોની ની બાજુમાં જામનગર ) ને લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ કલામ ૭,૧૩,૧(ઘ ) તથા ૧૩(૨) અનુવયે તકસીરવાર ઠેરવી ૨ વર્ષ અને ૬ માસ ની સજા અને ૧૫,૦૦૦/-નો દંડ અને દંડ ન ભારે તો વધુ ૬ માસ ની સજા આપી હતી જયારે અમરસીંગ સ્યામસીંગ વસાવા ( રહે નેવડીઆંબા તા.સાગબારા જી,નર્મદા ) ને લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ કલામ ૧૨ અનુવયે તક્સીર વાર ઠેરવી ૨ વર્ષની સજા અને ૧૫,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસ ની સજા આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application