Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:પાલિકા બજાર શોપીંગ સેન્ટરની દુકાનોની હરાજીમાં નગરપાલિકાને અધધ...12 કરોડથી વધુની આવક

  • November 20, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરના મેઈન માર્ગને અડીને વ્યવસાયીક હેતુ માટે નિર્માણ કરવામાં આવેલ પાલિકા બજાર શોપીંગ સેન્ટરની દુકાનોની જાહેર હરાજી આજરોજ પાલિકા બજારના પટાગણમાં યોજાવામાં આવી હતી.સોનગઢ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલી હરાજીમાં 6 દુકાનો પૈકી 63 દુકાનો વેચાણથી જાહેરમાં હરાજી દ્વારા વેચાણ કરવામાં આવી હતી.જેમાં પાલિકાતંત્ર દ્વારા જુદીજુદી દુકાનોની ન્યુનતમ કિંમત નક્કી કરવામાં આવી હતી.અને આ માટે ખરીદનાર પાસે ફોર્મ ભરાવી રૂપિયા 50,000/- ડીપોઝીટ લેવામાં આવી હતી. પાલિકા બજાર શોપીંગ સેન્ટરમાં દુકાનો ખરીદવા માટે રસ ધરવતા આશરે 223 જેટલા લોકોએ ડીપોઝીટ પેટે રૂપિયા જમા કરાવ્યા હતા.પાલિકા બજારના પટાગણમાં આજરોજ સવારે 11:00 કલાકે પ્રાંત અધિકારી તુષારભાઈ જાની ના અધ્યક્ષ સ્થાને દુકાનોની જાહેર હરાજી શરૂ કરવામાં આવી હતી.જેમાં સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ,પાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન આર.ચૌધરી,પાલિકા ઉપપ્રમુખ ચિંતનભાઈ દેસાઈ,કારોબારી અધ્યક્ષ વિનોદભાઈ ચંદ્રાત્રે,કેબીન સમિતિના અધ્યક્ષ રાજેશ્રીબેન ચંદ્રાત્રે સહિત નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓ તથા સભ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આજરોજ યોજાયેલ જાહેર હરાજીમાં સોનગઢ નગરપાલિકાને અધધ....12 કરોડથી વધુની આવક થવા પામી છે.સમગ્ર પ્રક્રિયાનું સોનગઢ નગરપાલિકા દ્વારા વિડીયોગ્રાફી કરી પ્રકિયા પારદર્શક બનાવવામાં આવી હતી.અત્રેઉલેખ્નીય છેકે,પાલિકા બજાર શોપિંગ સેન્ટરમાં કુલ 69 દુકાનો બનાવવામાં આવી હતી જે પૈકી 6 દુકાનો પહેલાથી ફાળવી દેવામાં આવતા 6 દુકાનોને હરાજી પ્રક્રિયા માંથી બાકાત રાખવામાં આવી હતી,અને 63 દુકાનો પૈકી 60 દુકાનોની જાહેર હરાજી કરવામાં આવી હતી બાકી રહી ગયેલી 3 દુકાનો ખરીદવા માટે કોઈએ રસ નહી દાખવતા આજરોજ યોજાયેલી જાહેર હરાજીમાં પાલિકાને રૂપિયા 12 કરોડથી વધુની આવક થઇ છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application