Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પાલિકા બજાર શોપિંગ સેન્ટરમાં દુકાન ખરીદનારાઓ સાવધાન !! મહેનતના રૂપિયા રોકાણ કર્યા બાદ રોવાનો વારો તો નહી આવે ને !!

  • November 19, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરના મેઈન લોકેશન પર આવેલ વીરશાવરકર શોપિંગ સેન્ટર મુદ્દે વર્ષો પહેલા લીફ્ટ મુકવા,પાર્કિંગ સહિત રૂપકડા સપનાઓ બતાવી કેટલીક શરતોને આધીન નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ દુકાનો ફાળવી હતી જેમાં લોકોએ મહેનતની કમાણીની સાથેસાથે પોતાનું સોનું,ચાંદી વેંચી ને તો કેટલાકે વ્યાજે રૂપિયા લઈને પણ દુકાનો ખરીદી કરી હતી.તેઓની હાલત બદ્દતર બનવાની સાથે કફોડી બની હોવાનો ગણગણાટ વેપારીવર્ગમાં શરૂ થયો છે,તેનું મૂળ કારણ છે,શોપિંગ સેન્ટરનું જાળવણી અને સ્વચ્છતાના અભાવે આખેઆખું શોપિંગ જર્જરિત અને ગંદકીનો ઉકરડો બની ગયો છે.જેના કારણે સભ્ય સમાજ ના લોકો દુકાનોમાં કોઇપણ પ્રકારની ખરીદી કરવા પહેલા મનમાં કચવાટ અનુભવી રહ્યા છે, ભાજપ શાસિત સોનગઢ નગરપાલિકાના સત્તાધીશોએ રૂપિયા કમાવવા માટે એકવાર ફરી પાછુ પાલિકાબજાર શોપિંગ સેન્ટરની આશરે ૬૯ દુકાનો પૈકી ૬૩ જેટલી દુકાનોની હરાજી કરવા માટે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.પહેલા થીજ વિવિદમાં રહેલી પાલિકા બજાર શોપિંગ સેન્ટરમાં દુકાન લેનારાઓ માટે લાલબત્તી સમાન છે,કારણકે સત્તા ના નશામાં ચુર સત્તાધીશોએ પાણી પુરવઠાની જમીનમાં હેતુફેર કર્યા વિના જ શોપિંગ સેન્ટર ઉભું કરી નાખ્યું હતું,જોકે મોડેમોડે પણ મામલો ગાંધીનગર સુધી પહોંચતા પાલિકા બજાર શોપિંગ સેન્ટરની દુકાનોની જાહેર હરાજી કરવા માટેની મંજુરીની મહોર લાગતા ૬૩ જેટલી દુકાની ૨૦મી નવેમ્બર નારોજ હરાજી થનાર છે,હરાજીમાં ભાગ લેનાર લોકોએ મહામહેનતે કમાયેલા રૂપિયા એકકી સાથે રોકાણ કરી બે પૈસા કમાણી કરવા માટેના સપનાઓ સેવી રહ્યા છે.ત્યારે વર્ષો પહેલા વીરશાવરકર શોપિંગ સેન્ટરમાં દુકાન ખરીદનારાઓએ પણ જોયેલા સપનાઓ આજે માત્ર સપના બની ને રહી ગયા છે,કારણે કે વીરશાવરકર શોપિંગ સેન્ટરની દુકાનો ફાળવ્યા બાદ પાલિકાને કોઈ લેવા નથી,શોપિંગ સેન્ટરનું જાળવણી અને સ્વચ્છતાના અભાવે આખે આખું શોપિંગ જર્જરિત અને ગંદકીનો ઉકરડો બની ગયો છે.જેના કારણે સભ્ય સમાજ ના લોકો અહીંના શોપિંગ સેન્ટરની દુકાનોમાં કોઇપણ પ્રકારની ખરીદી કરવા પહેલા મનમાં કચવાટ  અનુભવ કરી રહ્યા છે.આવું કંઇક પાલિકા બજાર શોપિંગ સેન્ટરમાં દુકાન ખરીદનારાઓ સાથે તો નહી બને ને ! ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application