તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં ફરી એકવાર ચેઈન સ્નેચરો સક્રિય બન્યા છે.સામાન્ય રીતે મહિલાઓ સોનાના દાગીના વધુ પહેરતી હોય છે,જેથી ચોર-લૂંટારુઓ લૂંટ કરવા માટે વૃદ્ધા-મહિલાઓને ટાર્ગેટ બનાવીને સોનાના દાગીનાની લૂંટ કરતા હોય છે,આજરોજ લૂંટારુઓએ એક વૃધ્ધ મહિલાને ટાર્ગેટ કરી હતી.જનરલ સ્ટોરમાં સિવવાનો દોરો લેવા નીકળેલી ૭૪ વર્ષીય વૃદ્ધાના ગળા માંથી સોનાના બે તોલાની ચેઇન લૂંટનો બનાવ બન્યા અંગેની ફરિયાદ વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વ્યારા નગરમાં આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા મંજુલાબેન દુર્ગાભાઈ બારબર (ઉં.વ.૭૪) પોતાના પરિવાર સાથે રહે છે.આજરોજ બપોરના સમયે ૧૨:૧૦ ની આસપાસ જનરલ સ્ટોરમાં સિવવાનો દોરો લેવા સારૂ જતી હતી તે વેળાએ અજિતનાથ સોસાયટીના બોર્ડની પાસે માર્ગ પર નીકળ્યા હતા.તે સમય દરમિયાન એક અજાણ્યો ઈસમ આશરે ૨૫ થી ૨૭ વર્ષનાએ મંજુલાબેનની પાછળથી આવી તેમના ગળામાં પહેરેલ સોનાની બે તોલાની ચેઇન કિં.રૂ.૨૦,૦૦૦/-ની ખેંચી ચિલ ઝડપ કરી સામે રોડ ઉપર ઉભેલ મોટર્ સાયકલ ચાલકની પાછળ બેસી ફરાર થઈ ગયો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે રજીસ્ટર થયો છે.બનાવ અંગે વ્યારા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે વૃધ્ધ મહિલા મંજુલાબેન દુર્ગાભાઈ બારબર ની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application