સુરતમાં 86 વર્ષિય વકીલ ફતેલાલ જૈનનું નિધન થતા તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું છે. ફતેલાલ જૈનનું કુદરતી મુત્યુ થતું હતું. ફતેલાલ જૈને 54 વર્ષની ઉંમરમાં દેહદાન માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. જેના બાદ પરિવારે સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું છે. દેહદાનથી મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે.
ફતેલાલ જૈન એક સમયના જન સંઘમાં સક્રિય હતા તેમણે અટલ બિહારી વાજપેયી અને મુરલી મોનહર જોશી સાથે કામ કર્યું હતું. ફતેલાલ જૈન મુળ રાજસ્થાન રાજસ્મંદ જિલ્લાનાં વતની હતી. પરિવારમાં પત્ની બે પુત્ર છે. એક પુત્ર સુરતમાં જ ઈલેક્ટ્રીકનો વ્યવસાય કરે છે. જ્યારે રાજસ્થાનમાં રહેતા પુત્ર સાથે રહેતા હતા. તેઓએ પહેલા તો શિક્ષક તરીકે નોકરી કરી શૈક્ષણિક ક્ષેત્રે સેવા પૂરી પાડી હતી.
બાદમાં વકાલત પૂર્ણ કરી છેલ્લા કેટલાક સમય સુધી તેઓ રાજસ્થાનમાં જ કોર્ટમાં વકાલત કરતા હતા. તેઓ 65 વર્ષથી જન સંઘમાં સક્રિય હતા. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી સાથે રહી જન સંઘમાં કાર્ય કરતા હતા. પહેલાથી જ લોકોની સેવામાં કાર્યરત રહેતા એવા ફતેહલાલ જૈને 54 વર્ષ પહેલા જ પોતાના દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો અને દેહદાન કરવા માટે રાજસ્થાનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ફતેલાલ જૈનની તબિયત સારી ન હોવાથી સુરતનાં અડાજણ LP સવાની રોડ ખાતે રહેતા પૂત્ર ઉત્તમચંદ ફતેલાલ જૈન ઘરે રહેવા આવ્યા હતા. 86 વર્ષની ઉંમરે તેઓનું આજે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં કુદરતી મોત નિપજ્યું હતું.
મોતનાં પહેલાથી જ ફતેહલાલે પરિવારને દેહદાન વિષે માહિતી આપી રાખી હતી. જેથી આજરોજ પરિવાર ફતેલાલના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવાના બદલે નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે લઈ આવ્યા હતા. જ્યારે ફતેલાલની અંતિમ ઈચ્છા દેહદાન હોવાથી પરીવારે તબીબોને ફતે લાલનું મૃતદેહ સોંપી દીધો હતો. ફતેહલાલ છેલ્લા 65 વર્ષથી જનસંઘમાં સેવા આપવાની સાથે તેઓએ શિક્ષકની નોકરી કર્યા બાદ વકાલત કરી લોકોને ન્યાય આપવાનું કાર્ય કર્યું હતું. તેઓ ગામમાં સરપંચ પણ રહી ચૂક્યા હતા.
આમ જીવતે જીવ પણમાં લોકોની સેવા કરવાની સાથે મૃત્યુ થયા બાદ પણ તેઓનું મૃતદેહ લોકોની સેવામાં કામ આવે તે હેતુથી તેઓએ તેમનો અને તેમના પત્નીનું રાજસ્થાનમાં જ દેહદાન કરવા માટે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું. જ્યારે આજરોજ વહેલી સવારે મોત નિપજતા પરિવારે સિવિલ મેડિકલ ગવર્મેન્ટ કોલેજ ખાતે દેહદાન કરી પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી છે. ત્યારે આ દેહદાન હાલમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંશોધન અને અભ્યાસમાં લાભ થશે. હાલ તો રાજસ્થાન પરિવારે પોતાના જ પરિવારના સભ્યનો દેહદાન કરી માનવતા નિભાવી છે. પરિવારના સભ્યો પણ હવે આગામી દિવસોમાં પિતાના જ રસ્તે ચલી ચાલી મૃત્યુ બાદ દેહદાન કરવા તૈયારી બતાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500