Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરાઠવાડાના બીડ જિલ્લામાં આંખ મારવા બદલ ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

  • November 15, 2018 

રાજસ્થાનના મરાઠવાડાના બીડ જિલ્લામાં આંખ મારવા બદલ આરોપીને જિલ્લા કોર્ટ દ્વારા ૩ વર્ષની સજા ફટકારવામાં આવી છે.બીડ જિલ્લાની રાયમોહા સડક પર ૨૦-એપ્રિલ,૨૦૧૭ ના રોજ એક ૧૬ વર્ષની કિશોરી ચાલતી જઈ રહી હતી.આ કિશોરીનો ટાકલગાંવના એક વ્યક્તિ પુરુષોત્તમ જ્ઞાનદેવ વીર (૨૪ વર્ષ) નામની વ્યક્તિએ પીછો કર્યો હતો અને પછી એ કિશોરીને એકીટસે જોવા લાગ્યો હતો તથા ત્યાર બાદ કિશોરીને આંખ મારી હતી.બીડ જિલ્લાના પાટોદા પોલીસ સ્ટેશનમાં કિશોરીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.જેના અંતર્ગત પુરુષોત્તમ જ્ઞાનદેવ વીર સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો.પોલીસે છેડતી અંગેની આઈપીસીની કલમ ૩૫૪(બી) અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરીને બીડ જિલ્લા કોર્ટમાં પુરાવા સાથે કેસ દાખલ કર્યો હતો.જિલ્લા અને સત્ર ન્યાયાધિશ પ્રાચી કુલકર્ણીની કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી,જેમાં ૭ વ્યક્તિએ સાક્ષી તરીકે જુબાની આપી હતી.સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપીને ૩ વર્ષની જેલ અને રૂ.૫૦૦/- નો દંડ ફટકાર્યો છે.જો રૂ.૫૦૦/- દંડ ન ભરવામાં આવે તો વધુ એક મહિનો જેલમાં કાપવાનો રહેશે.સરકારી મદદનીશ વકીલ સંગીતા ધસેએ આ અંગે જણાવ્યું કે,આંખ મારવાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા દેશની પ્રથમ ઘટના હશે.તેનાથી મહિલાઓની છેડતી કરનારા લોકોને બોધપાઠ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application