ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે.એને નિહાળવા રાજ્યભર માંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.તો બુધવારે અમદાવાદથી એક પરિવાર કાર નંબર જીજે-૦૧-એચઆર-૪૬૪૬ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.દરમિયાન સવારે ૭:૧૫ કલાકે ગરૂડેશ્વર તાલુકાના પંચલા ગામના પિતા-પુત્ર મહેશ તડવી અને વિશાલ તડવી ગાડી નંબર જીજે-૨૨-કે-૪૮૪૪ પર સાગબારા જીઈબી તરફ જઈ રહ્યા હતા.દરમિયાન કેવડિયા કોલોનીના પથિકાશ્રમ ત્રણ રસ્તા પાસે એ વોલ્વો ગાડીના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી એમની બાઈકને અડફેટે લીધી હતી.આ અકસ્માતમાં પિતા-પુત્રને હાથે ઇજા અને ફ્રેક્ચર થતા બન્નેને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.બાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application