તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના જેસિંગપુરા ગામની દુધ ડેરીની સામેથી પસાર થતા વ્યારા થી ઉનાઇ જવાના નેશનલ હાઇવે માર્ગ નંબર ૫૬ ઉપર તા,૧૪મી નવેમ્બર નારોજ,પુરઝડપે દોડતી કાર નંબર GJ-26-A-8433 ના ચાલકે પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડીને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરતા અર્જુનભાઇ લાલસિંગભાઇ ચૌધરી (ઉ.વ.૬૫) રહે,જેસીંગપુરા ગામ,કલ્યાણ ફળિયુ તા.વ્યારા નાઓને અડફેટમા લઇ રોડ પર ફેંકી દઇ કપાળના ભાગે તથા ડાબા ગાલ પર તથા ડાબા પગના નળાના ભાગે તથા ડાબા હાથના પંજા ઉપર ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ચાલક પોતાના કબજાની ફોર વ્હીલ ગાડી લઇ ફરાર થઇ ગયો હતો,બનાવ અંગે વ્યારા પોલીસ મથકે રમેશભાઇ મોતીભાઇ ચૌધરી રહે,જેસીંગપુરા ગામ,દાદરી ફળિયુ તા,વ્યારા નાઓની ફરિયાદને આધારે ફોર વ્હીલ ગાડી નંબર GJ-26-A-8433 નો ચાલક વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500