ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:ભરૂચ જિલ્લાના ઉમલ્લાની પાણેથા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI જશવંત વસાવા જુગારના કેશમાં પકડાયેલા વ્યક્તિ વિરુદ્ધ કેશ નહિ કરવાના સેટિંગ બાબતે એક દિપક નામના વ્યક્તિ પાસે 15000 ની લાંચ માંગી હતી જે બાબતે નર્મદા ACB માં ફરિયાદ કરતા નર્મદા ACB એ આ ASI ને લાંચ લેતા ઝડપી પાડતા ચકચાર મચી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પેહલા પાણેથા ગામમાં જુગાર રમતા અમુક લોકોને પકડ્યા હતા.જેમાં જુગારનો કેસ નહિ કરવા દિપક નામના વ્યક્તિ પાસે આ જસવંતે સ્થાનિક વ્યક્તિ પાસે કોઈ કાર્યવાહી નહીં કરવા 15000 ની લાંચ માંગી હતી.જે બાબત ની દીપકે નર્મદા ACB માં ફરિયાદ કરી હતી નર્મદા ACB ના પીઆઈ પી.ડી.બારોટ અને એમની ટીમે ફરિયાદ ના આધારે છટકું ગોઠવ્યું અને પાણેથા આઉટ પોસ્ટમાં જ 15000 રૂપિયા ની લાંચ લેતા આ ASI જસવંતને રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અને આ ASI એ કોનાં ઈશારે આ નાણાં માંગ્યા હતાં જેમાં પીએસઆઇ કે કોઈ પીઆઇ નો હાથ છે કે નહિ એ બાબત ની પોલીસ ઇન્સ્પેક્ટર ACB નર્મદા તપાસ હાથ ધરી છે.આગળની વધુ તપાસ ભરૂચ એસીબી કરશે એમ પણ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application