તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:રાજપીપલા શહેર માં જ્યાં જુવો ત્યાં રખડતા ઢોરોને કારણે લોકોના તેમજ શાળા માં અવર જવર કરતા નાના બાળકો માટે જોખમરૂપ આ મૂંગા જાનવરો ની તકલીફ બાબતે પાલિકા કે વન વિભાગ પાસે કોઈ ઉકેલ નથી ત્યારે જિલ્લા કલેકટર આ બાબતને ગંભીરતાથી લઈ ખાશ ટિમ બોલાવી યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ જારી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
રાજપીપલા શહેર માં નગરપાલિકા પ્રમુખ દ્વારા સફાઈ બાબતે ખાશ તકેદારી રાખવા કડક સૂચના છે અને સ્વછતા પણ સારી છે ત્યારે શહેર માં લાંબા સમયથી રખડતા ઢોરોએ નાકે દમ કરી મુક્યો હોય તેમ પાલિકા દ્વારા વારંવાર પાંજરે પુરી દંડ વસૂલવા છતાં માલિકો તેમના ઢોર ફરી છુટા મુક્ત ગામ માં તેના મળ મૂત્ર ને કારણે ગંદકી થાય છે સાથે સાથે આખલા અને ગધેડાઓ ના આતંક માં રસ્તે ચાલતા વૃધ્ધો અને બાળકો શિકાર બને છે જેમાં ખાશ શાળા એ જતા આવતા નાના બાળકો માટે વધુ જોખમ છે પરંતુ પાલિકા કે જંગલ વિભાગ પાસે અખલાઓ ને જબ્બે કરે આવી કોઈ ખાશ ટિમ નથી અને કોઈ સાધનો પણ નથી ત્યારે જિલ્લા કલેક્ટર આ ગંભીર બાબતને ધ્યાને લઈ બહાર થી કોઈ ખાશ ટિમ બાલાવવા પગલાં લે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application