તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના કાટીસકુવા ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે,એક ૩૩ વર્ષીય યુવકના શરીરમાં ઘુસેલી ૫ ડાકણ પૈકી ૨ ડાકણ કાઢવા માટે તેને લાકડી વડે ફટકારવામાં આવ્યો,ચપ્પુ ગરમ કરી પગમાં તથા આખા શરીર પર ડામ આપવામાં આવ્યા,ઊંચકીને અફાડી દેવામાં આવ્યો,થાપડ મારી મૂઢ મારમારી યુવકને જાન મારી નાખવાનો ચોકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જોકે સમગ્ર મામલે ફરિયાદને આધારે ઉચ્છલ પોલીસ મથકે એક મહિલા સહિત ૬ જણા સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના કાટીસકુવા ગામના નિશાળ ફળીયામાં તા.૧૦મી નવેમ્બર નારોજ એક મહિલાએ રાજેશભાઈ દેવજીભાઈ વસાવા(ઉ.વ.૩૩)નાઓના શરીરમાં પાંચ ડાકણ ઘુસી ગયેલ છે જેમાની ત્રણ ડાકણ નીકળી ગયેલ છે અને બે ડાકણ નીકળવાના બાકી છે જેથી રાજેશભાઈ ને મારમારો તો બીજી બે ડાકણ પણ નીકળી જશે તેમ કહેતા અમિતભાઈએ લાકડી વડે ફટકારવાનું શરૂ કર્યું હતું અને ઉત્તમભાઈએ ચપ્પુ ગરમ કરી પગમાં તથા આખા શરીર પર ડામ આપ્યું હોય,એટલું જ નહી માણસાઈ મારી પરવારી હોય તેમ છનીયાભાઈ વસાવાએ રાજેશ વસાવાને ઊંચકીને અફાડી દીધો હતો,તેમજ ભીમાભાઈ વસાવા તથા મેહુલભાઈ,રાજેશભાઈ ને થાપડ થી તથા મૂઢ મારમારી રાજેશભાઈ વસાવાના શરીરમાં ડાકણ ઘુસી ગયેલ જે બાહર કાઢવાની અંધશ્રધ્ધા રાખી ૩૩ વર્ષીય રાજેશભાઈ વસાવાને મોતને ઘાટ ઉતાર્યો હતો,બનાવ અંગે સખારામભાઈ ગાવિત કરેલી ફરિયાદને આધારે કાટીસકુવા ગામની એક મહિલા સહિત કુલ ૬ જણા વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધું તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી.દવે કરી રહ્યા છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500